જામનગર : હાપા યાર્ડ રોડ પરથી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

  • October 07, 2025 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના નુરી ચોકડી તરફના રોડ પર પોલીસે વોચ ગોઠવી અર્ટીગા કારને આંતરી તલાશી લેતા તેમાથી ઇંગ્લીશ દા‚ના ૫૨૮ ચપલા મળી આવ્યા હતા, કુલ ૬.૫૨ લાખનો મુદામાલ કબ્જે કરી નવાગામ ઘેડના શખ્સની અટકાયત કરાઇ હતી. જેમાં એકની સંડોવણી ખુલી હતી ઉપરાંત મહાકાળી સર્કલ પાસે દારૂની બોટલો અને બિયરના ટીન કબ્જે લીધા હતા, જયારે આરોપી ફરાર થઇ ગયો હતો ઉપરાંત દિ.પ્લોટ ૫૬માં જયુપીટર બાઇકમાંથી શરાબના ૪૮ ચપટા મળી આવ્યા હતા. 


જામનગરના સીટી એ. ડિવિઝનના પીઆઇ એન.એ. ચાવડાની સુચનાથી સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે હાપા માર્કેટિંગ યાર્ડ રોડ પર થી પસાર થઈ રહેલી એક કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યા છે, જેથી પોલીસે વોચ ગોઠવી પસાર થઈ રહેલી જી.જે.૧૦ ટી.વાય.૪૦૫૪ નંબરની કારને અટકાવીને તેની તલાસી લીધી હતી. જે દરમિયાન કારમાંથી ૫૨૮ નંગ નાની ઇંગ્લિશ દારૂ ની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો.


આથી પોલીસે કાર અને દારૂ સહિત રૂપિયા સાડા ૬ લાખની માલમતા કબજે કરી લીધી છે, જ્યારે કાર ચલાવી રહેલા જામનગરના નવાગામ ઘેડ ગાયત્રી ચોક વિસ્તારમાં રહેતા સુનિલ ઉર્ફે લાલો અરવિંદભાઈ ઝાલાની અટકાયત કરી લીધી છે. ઉપરોકત દારૂનો જથ્થો જામનગરમાં સ્વામિનારાયણ નગર શેરી નંબર પાંચમાં રહેતા હીરેન્દ્ર ઉર્ફે હિરેન ચુડાસમાએ મંગાવ્યો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કર્યો છે, અને શોધખોળ હાથ ધરી છે. અન્ય દરોડામાં જામનગરના મહાકાળી સર્કલ ગાયત્રી સોસાયટી શેરી નં. ૧માં રહેતા નવઘણ ખીમા નરા નામના શખ્સે પોતાના ભોગવટાના મકાનમાં વિદેશી દારૂ રાખ્યો છે એવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ઇંગ્લીશ દા‚ની ૫ બોટલ, બિયરના ૧૪ ટીન મળી કુલ ૧૪૭૪૦નો મુદામાલ કબ્જે લીધો હતો જયારે આરોપી ફરાર થઇ ગયો હતો.


આ ઉપરાંત જામનગરમાં રહેતા ભાવિક ઉર્ફે સાબો ભદ્રા નામના શખ્સે પોતાની જયુપીટર બાઇક નં. જીજે૧૦એફડી-૭૭૨૧માં દારૂની હેરાફેરી કરે છે એવી બાતમીના આધારે સીટી-એ ડીવીઝન ગઇકાલે દિગ્વીજય પ્લોટ ૫૬માં દરોડો પાડી ઇંગ્લીશ દારૂના ૪૮ ચપટા અને બાઇક મળી ૩૪૮૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો, રેઇડ દરમ્યાન ભાવિક નાશી ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application