જામનગરના કામદાર કોલોની વિસ્તારમાં પાંચ દિવસ માટે બંધ રહેલા એક મકાનમાંથી તસ્કર દ્વારા રૂ. ૧ લાખ ૩૯ હજારની કિંમતના સોના ચાંદી અને ઇમિટેશનના ઘરેણા તેમજ રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી. આ ગુનાનો ભેદ એલસીબી પોલીસે ઉકેલી નાખ્યો છે, અને એક આરોપીને ચોરાઉ મુદામાલ સાથે ઝડપી લીધો છે.
એલસીબીના પો.ઇન્સ.વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ .સ્ટાફના એલ.સી.બી.ના પોસઈ. સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઇ. એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા આ દરમ્યાન એલ.સી.બી.સ્ટાફને બાતમી મળી હતી કે તા.૨૫/૧૨/૨૦૨૫થી તા.૨૯/૧૨ /૨૦૨૫ દરમ્યાન જામનગર શહેરમા કામદાર કોલોની શેરી નં-૩ રહેતા હીરેનભાઈ કૌશીકભાઇના બંધ મકાનના દરવાજાના તાળા તોડી મકાન અંદર રાખેલ કબાટમાંથી રોકડ, રકમ તથા સોના ચાંદી ના દાગીના અને ઇમિટેશન જ્વેલરી મળી કુલ રૂ. ૧,૩૯ ,૦૦૦ ની ચોરી થઈ હતી.
જે ચોરી કરનાર આરોપી સુનીલભાઇ ઉર્ફે ખાનભાઇ રાજુભાઇ પરમાર ( રહે. સાત રસ્તા સંતોષી માતાજીના મંદિર પાસે જામનગર) હાલ દિગજામ સર્કલ પાસે ઓવર બ્રિજ નીચે ઉભેલ છે. તેવી હકિકત આધારે પોલીસે દરોડો પાડી આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી સોનાના દાગીના( રૂ.૧,૮૯,૦૦૦) ચાંદીના દગીના રૂ.( ૫,૦૦૦), રોકડ રકમ .રૂ. ૧૦,૦૦૦, એક મો.સા કિ.રૂ ૫૦,૦૦૦નું વગેરે કબજે કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસોનાના ભાવમાં મોટું ગાબડું, ચાંદી પણ સસ્તી થઈઃ જાણો નવા ભાવ
March 07, 2026 06:28 PMઆ 5 સસ્તી કાર નાના પરિવારો માટે બેસ્ટ!, સેફ્ટી ફિસર્ચ, મોટી સ્પેસ અને દમદાર એવરેજ
March 07, 2026 05:41 PMફાઈનલ મેચ પહેલા કિવી ટીમ બુમરાહથી ડરી, જાણો ન્યુઝીલેન્ડના કેપ્ટન સેન્ટનરે શું કહ્યું?
March 07, 2026 05:29 PMકતારના મોટા નિર્ણયથી પાકિસ્તાન લાચાર બન્યું, દરવાજા પર મંડરાયું આ ગંભીર સંકટ
March 07, 2026 05:09 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
