દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટીંબડી ગામે લગ્નના દિવસે વરરાજાએ મતદાન કરીને પોતાની ફરજ નિભાવી

  • April 26, 2026 01:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ૨૦૨૬

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટીંબડી ગામે લગ્નના દિવસે વરરાજાએ મતદાન કરીને પોતાની ફરજ નિભાવી

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત અને તેના હેઠળ આવતી ખંભાળિયા, ભાણવડ, દ્વારકા, કલ્યાણપુર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ તથા ખંભાળિયા નગરપાલિકા અને જામ રાવલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ તેમજ સલાયા નગરપાલિકાના વોર્ડ નં.૦૩ની પેટા ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત તા.૨૬ એપ્રિલ રવિવારના રોજ મતદાન યોજાયું હતું.  


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકાના ટીંબડી ગામના યુવાન હેમંતસિંહ જાડેજાએ પોતાના લગ્નના દિવસે મતદાન કર્યું હતું.


તેમણે દેશની લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ સમજીને લગ્નની વિવિધ વિધિઓ માંથી સમયની અનુકૂળતા કરીને મત આપવાનું નક્કી કર્યું હતું, અને મતદાન મથક આવી મત આપ્યો હતો.  લગ્નના દિવસે પોતે મતદાન કરીને તેમણે અન્ય નાગરિકો માટે અવશ્ય મતદાન કરવા પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application