ગુજરાતને ત્રણ વર્ષમાં રૂ. 1329 કરોડ ફૂડ સબસિડી પેટે મળ્યા
કેન્દ્ર સરકારની મહત્વની એવી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM-GKAY) અંતર્ગત છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં લગભગ 14 કરોડ લોકોને લાભ મળ્યો છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2021-22થી છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત રાજ્યને રૂ. 1329 કરોડની ખાદ્ય સબસિડીની ચૂકવણી કરી છે. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ 25 માર્ચ 2025ના રોજ રાજ્યસભામાં સાંસદ શ્રી પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા ઉપરોક્ત માહિતી આપી હતી.
મંત્રીશ્રીએ માહિતી આપી હતી કે ગુજરાતમાં નાણાકીય વર્ષ 2021-22માં PM-GKAY હેઠળ 3.45 કરોડ લોકોને લાભ મળ્યો હતો, જ્યારે નાણાકીય વર્ષ 2022-23માં લાભાર્થીઓની સંખ્યા 3.44 કરોડ, નાણાકીય વર્ષ 2023-24માં 3.52 કરોડ અને નાણાકીય વર્ષ 2024-25માં આ સંખ્યા 3.68 (28 ફેબ્રુઆરી2025 સુધીમાં) રહી હતી. ઉપરાંત ભારત સરકારે નાણાકીય વર્ષ 2021-22થી છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન PM-GKAY હેઠળ રાજ્યમાં અનાજ પહોંચાડવાના તથા હેન્ડલિંગ ખર્ચ અને વાજબી ભાવની દુકાનના સંચાલકોના માર્જિનના ખર્ચને પહોંચી વળવા માટે રાજ્ય એજન્સીઓને સહાય તરીકે ગુજરાતને રૂ. 694 કરોડ પણ આપ્યા છે.
મંત્રીશ્રીના નિવેદન મુજબ, ભારત સરકારે છેલ્લા ચાર વર્ષમાં PM-GKAY માટે કુલ રૂ. 9,69,614.09 કરોડનું ભંડોળ ફાળવ્યું છે અને ભારતીય ખાદ્ય નિગમ (એફસીઆઇ)ને રૂ. 67,53,77.7 અને ડિસેન્ટ્રલાઇઝ્ડ પ્રોક્યોરમેન્ટ (ડીસીપી)માં ભાગ લેનારા રાજ્યોને રૂ. 2,94,236.39 ફાળવ્યા છે.
શ્રી નથવાણી દેશમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના યોજના હેઠળ લાભ મેળવનારા લોકોની સંખ્યા અને રાષ્ટ્રીય ખાદ્યાન્ન સુરક્ષા અધિનિયમ (NFSA) અને અંત્યોદય અન્ન યોજના (AAY) માટે ફાળવવામાં આવેલા ભંડોળની વિગતો જાણવા માંગતા હતા. મંત્રીશ્રીના નિવેદન મુજબ PM-GKAY હેઠળ ગ્રામીણ વસ્તીના 75% અને શહેરી વસ્તીના 50% સુધી, વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ 81.35 કરોડ લોકોને મફત અનાજ મેળવવા માટે આવરી લેવાનું લક્ષ્ય છે. નિવેદન મુજબ હાલમાં લગભગ 80.56 કરોડ લાભાર્થીઓ આ કાયદા હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
મંત્રીશ્રીએ એવી પણ માહિતી આપી હતી કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) દ્વારા એનએફએસએ હેઠળ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને મફતમાં ખાદ્યાન્ન ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેના માટે એફસીઆઇને ખાદ્ય સબસિડી આપવામાં આવે છે. ફક્ત ડિસેન્ટ્રલાઇઝ્ડ પ્રોક્યોરમેન્ટ (DCP)માં ભાગ લેતા રાજ્યોના કિસ્સામાં રાજ્ય સરકાર ખાદ્યાન્નની ખરીદી અને પાત્રતા ધરાવતાં પરિવારોને તેનું વિતરણ કરવાની જવાબદારી લે છે, તો તે અંતર્ગત ખાદ્ય સબસિડી સીધી રાજ્ય સરકારોને આપવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, નાણા મંત્રાલય સમગ્ર યોજના મુજબ ભંડોળ ફાળવે છે. ખાદ્ય સબસિડી માટે રાજ્ય મુજબ ભંડોળ ફાળવવામાં આવતું નથી. કેન્દ્ર સરકાર "એનએફએસએ હેઠળ ખાદ્યાન્નને રાજ્યની અંદર વિવિધ વિસ્તારો સુધી પહોંચાડવાના ખર્ચ અને એફપીએસ ડીલરોના માર્જિન માટે રાજ્યની એજન્સીઓને સહાય" યોજના હેઠળ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્રીય સહાય પણ પૂરી પાડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech