લંડનથી મુંબઈ જતી વર્જિન એટલાન્ટિકની ફ્લાઈટને જરૂરી મેડિકલ કેસ અને ટેક્નિકલ નિરીક્ષણની જરૂરિયાતને કારણે તુર્કીના દિયારબાકિર તરફ વાળવામાં આવી હતી. અહેવાલ મુજબ મુસાફરો 15 કલાકથી વધુ સમયથી ફસાયેલા છે. એક એક્સ યુઝરે ભારતીય દૂતાવાસને દખલ કરવાની માંગ કરી હતી. આ અંગે દૂતાવાસે જણાવ્યું કે તેઓ એરપોર્ટ અધિકારીઓના સંપર્કમાં છે.
લંડનથી મુંબઈ આવી રહેલી વર્જિન એટલાન્ટિક એરલાઈનની ફ્લાઈટને ઈમરજન્સી મેડિકલ કેસના કારણે ટર્કી ડાયવર્ટ કરવામાં આવી હતી. એરલાઈને આજે આ અંગે માહિતી આપી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે મેડિકલ ઈમરજન્સી અને ટેક્નિકલ તપાસ માટે ફ્લાઈટને ડાયવર્ટ કરવી પડી હતી.
જોકે, આશ્ચર્યની વાત એ છે કે કોઈ ફ્લાઈટમાં એક સાથે મેડિકલ ઈમરજન્સી અને ટેક્નિકલ ખામી જોવા મળી છે. જોકે, આ ડાયવર્ઝનના કારણે મુસાફરો છેલ્લા 15 કલાકથી પણ વધુ સમયથી ટર્કીમાં ફસાયેલા છે.
દિયારબાકિર એરપોર્ટ પર થઈ લેન્ડિંગ
જણાવી દઈએ કે વર્જિન એટલાન્ટિકની ફ્લાઈટ VS358એ 2 એપ્રિલે લંડનથી મુંબઈ માટે ઉડાન ભરી હતી. પરંતુ અચાનક તેને ટર્કીના દિયારબાકિર એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. એરલાઈને કહ્યું કે ફ્લાઈટની ટેક્નિકલ તપાસ પણ કરવામાં આવશે.
આ અંગે એક એક્સ યુઝરે ભારતીય દૂતાવાસને દખલ કરવાની અપીલ કરી હતી. તેણે લખ્યું, 'લંડનથી ઉડાન ભર્યા બાદ મુંબઈ જતી વર્જિન એટલાન્ટિક ફ્લાઈટને દિયારબાકિર એરપોર્ટ (DIY) પર ઈમરજન્સી લેન્ડિંગ કરવી પડી હતી. ગર્ભવતી મહિલા સહિત 200થી વધુ ભારતીય મુસાફરો પાણી અને મૂળભૂત સુવિધાઓ વિના ફસાયેલા છે. કૃપા કરીને તાત્કાલિક હસ્તક્ષેપ કરો.'
દૂતાવાસના અધિકારીઓ સંપર્કમાં
આ અંગે જવાબ આપતા ભારતીય દૂતાવાસે લખ્યું- 'અંકારા સ્થિત ભારતીય દૂતાવાસ દિયારબાકિર એરપોર્ટ નિર્દેશાલય અને સંબંધિત અધિકારીઓના સતત સંપર્કમાં છે. ફસાયેલા મુસાફરોની સંભાળ માટે તમામ સંભવિત સંકલન અને પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.'
યુઝરે એવો પણ દાવો કર્યો કે તેનો એક સંબંધી પણ આ ફસાયેલા મુસાફરોમાં સામેલ છે અને પરિવારના લોકો તેની ચિંતા કરી રહ્યા છે. તેણે કહ્યું કે મુસાફરોને ખાવા માટે માત્ર એક સેન્ડવિચ આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech