ગુજરાત પોલીસમાં 261 ASIને પીએસઆઈ તરીકે બઢતી મળી, રાજકોટ શહેરના 16 ASI પીએસઆઈ બન્યા, જુઓ આખું લિસ્ટ

  • April 03, 2025 06:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત પોલીસે રાજ્યમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 261 એએસઆઈને પીએસઆઈ તરીકે બઢતી આપી બદલી કરી છે. આમાં રાજકોટ શહેરના 16 એએસઆઈને પીએસઆઈ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. 


ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સમયસર બઢતી મળતાં પોલીસ કર્મચારીઓના મનોબળમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે વધુ ૨૬૧ એએસઆઈને પીએસઆઇ તરીકે બઢતી આપવામાં આવી હતી. છેલ્લા ૧૫ મહિનામાં પીએસઆઈથી લઈને ક્લેરિકલ સ્ટાફ મળીને કુલ ૭૦૩૧ કર્મચારીઓને બઢતી અપાતાં પોલીસ કર્મચારીગણમાં આનંદ ફેલાયો છે. 


૨૦૨૪માં કુલ ૬૭૭૦ પોલીસ કર્મચારી-અધિકારીઓને બઢતી મળી હતી
કર્મચારીની બઢતી તેનામાં નવી ઉર્જાનો સંચાર કરીને કાર્યક્ષમતા વધારવામાં તો મહત્વનો ભાગ ભજવે જ છે, ઉપરાંત કર્મચારીની બઢતી સમગ્ર પરિવારને પણ સ્પર્શતો મુદ્દો છે. તેથી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આ બાબતને ખૂબ જ સંવેદનાથી લઈ પોલીસ કર્મચારીઓની બઢતી માટે તમામ જરૂરી સંલગ્ન પ્રક્રિયાઓ સમયસર કરવા આદેશો આપવામાં આવ્યા છે. જેના પરિણામસ્વરૂપે ગુજરાત પોલીસ વિભાગમાં વર્ષ ૨૦૨૪માં કુલ ૬૭૭૦ પોલીસ કર્મચારી-અધિકારીઓને બઢતી મળી હતી અને આજે વધુ ૨૬૧ એ.એસ.આઇને બઢતી મળતાં તેમના પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો છે. આ નિર્ણયથી પોલીસ કર્મચારીઓમાં નવી ઉર્જાનો સંચાર થયો છે અને તેઓ વધુ સમર્પણભાવે ફરજ બજાવવા માટે પ્રેરાયા છે.


વર્ષ ૨૦૨૪માં ૩૪૧ પીએસઆઈને પીઆઈની બઢતી મળી હતી
વર્ષ ૨૦૨૪માં ૩૪૧ પીએસઆઈને પીઆઈ, ૩૯૭ એએસઆઈને પીએસઆઈ, ૨૪૪૫ હેડ કોન્સ્ટેબલને એએસઆઈ અને ૩૩૫૬ પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, ૨૩૧ ક્લેરીકલ સ્ટાફને પણ બઢતીનો લાભ મળ્યો હતો. વર્ષ ૨૦૨૫માં આજે તા. ૦૩ એપ્રિલ ૨૦૨૫ના રોજ વધુ ૨૬૧ એએસઆઈને પીએસઆઈ તરીકે બઢતી આપવામાં આવી છે. આ નવી બઢતીથી પોલીસ વિભાગમાં ઉત્સાહનું વાતાવરણ ફરી એકવાર જોવા મળ્યું છે અને કર્મચારીઓના મનોબળમાં વિશેષ વધારો થયો છે.


રાજ્યની લૉ એન્ડ ઓર્ડર વ્યવસ્થામાં વધુ મજબૂતી આવશે
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના મજબૂત નેતૃત્વ હેઠળ પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પોલીસ કર્મચારીઓને બઢતી આપવાનો ઉદ્દેશ્ય માત્ર તેમના વાજબી હકને સમ્માન કરવો જ નહીં, પરંતુ તેમના ઉત્સાહ અને કાર્યક્ષમતામાં વધારો કરવાનો પણ છે. વર્ષ ૨૦૨૪ની આ સિદ્ધિ અને વર્ષ ૨૦૨૫ની શરૂઆતમાં થયેલી બઢતીઓથી રાજ્યની લૉ એન્ડ ઓર્ડર વ્યવસ્થામાં વધુ મજબૂતી આવશે.


વાંચો આખું લિસ્ટ 


​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application