સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે યોજાઈ
હિન્દુ સેના ગુજરાત પ્રદેશ સમિતિની એક અગત્યની બેઠક સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજીના મંદિર ખાતે વસંત પંચમીના દિવસે યોજાઇ હતી, જેમાં ગુજરાત હિન્દુ સેનાના મુખ્ય પ્રદેશ કક્ષાના જવાબદારો મળ્યા હતા ત્યારે હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટે પ્રદેક્ષ કક્ષાએ ગૌચરની જમીન છોડાવવા, ગેરકાયદેસર અવેધ ધાર્મિક સ્થાનોને દૂર કરાવવા, જિલ્લાઓના ગામડાઓ સુધી અજાનના નામે મસ્જિદો ઉપરનું વધુ પડતા ઘોંઘાટવાળા માઈકો અને અવાજો દૂર કરાવવા તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાને મળતી ધમકીઓ અને તેમના પર થયેલ જાન લેવા ફાયરિંગને લઈ ચિંતા વ્યક્ત કરી હતી.
ગુજરાત પ્રદેશની આ અગત્યની હોદ્દેદારોની બેઠકમાં કર્ણાવતી થી આવેલ હિન્દુ સેના ગુજરાત ઉપાધ્યક્ષ વિનય શર્મા દ્વારા સૈનિકોના સંપર્ક વધારી કાર્યને ગતિ અપાવવા સૂચના તેમજ ઉચ્ચ અધિકારીઓ ના સંપર્કમાં રહી કાર્યને વેગવતું કરવા પ્રદેશના જવાબદાર હોદેદારોની સમિતિએ કટિબંધ રહી હિન્દુત્વના કાર્યનો અમલ કરાવવા એવું પણ બેઠકના અંતમાં ચર્ચા કરી હતી. જેમાં સુરત, બરોડા સહિતના પ્રદેશ સ્તરના હોદેદારો ઉપસ્થિત રહી અગત્યના નિર્ણયો તરફ આગળ વધારવામાં સહમતી દર્શાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વીજ જોડાણના નિયમોમાં કર્યા ઐતિહાસિક ફેરફાર
April 22, 2025 06:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech