સલાયામાં સર્વે નંબર ૧૫૦ પૈકી ૧ માં કોમન પ્લોટ આવેલ છે. જે સોસાયટી ધારકનો હોઈ જેમાં સલાયા નગરપાલિકાએ રજાચિઠ્ઠી આપેલ હતી.જે કાયદાકીય રીતે સુસંગત ન હતી. ત્યારબાદ આ સોસાયટી ધારક અને માલિક દ્વારા પ્રાદેશિક નિયામક રાજકોટને શાળાનું બાંધકામ ચાલુ થયેલ હોઈ જે ગેરકાયદેસર કામકાજ અટકાવવા માટે સોસાયટીધારકો તથા માલિક દ્વારા પ્રાદેશિક કમિશ્નરે રાજકોટને ૨૫૮ હેઠળ ફરિયાદ કરેલી જેના અનુસંધાને કમિશ્નર તા.૦૧/૦૪/૨૦૧૯ ના રોજ નગરપાલિકાનો ઠરાવ ગેરકાયદેસર ઠરાવેલ હતો અને જો ઠરાવની અમલવારી થયેલ હોઈ તો નામદાર કોર્ટનો હુકમ ન આવે ત્યાં સુધી કામ મોકૂફ રાખવાનું જણાવેલ હતું જે ઘણા સમયથી બંધ હતું. જે બાદ આજરોજ અચાનક શાળાના બાંધકામ માટે તા.૧૫/૦૨/૨૦૨૪ ના રોજ માણસો કામકાજ કરતા હોઈ અને જેસીબી દ્વારા ખોદકામ કરતા હોઈ અને એક ટ્રકમાં આવેલ સિમેન્ટ બ્લોક તથા સિમેન્ટ ઉતરતા હોઈ તેવી જાણ જમીન માલિકને થતા સ્થળ ઉપર જઈ અને પૂછતો ત્યાં હાજર કોન્ટ્રાક્ટરે જણાવેલ કે અમોને ગાંધીનગરથી વર્ક ઓર્ડર મળેલ છે.
તે અંગે જમીન ધારકોએ ચીફ ઓફિસર સલાયાને ટેલિફોનિક પૂછપરછ કરતા તેઓ દ્વારા - જણાવેલ કે તેમની કચેરીને આવું કોઈ કામ ચાલુ કરવા અંગે સંબંધિત કચેરીએ જાણ કરેલ નથી. આ રીતે પ્રાદેશિક કમિશ્નરશ્રીના હુકમ વિરુદ્ધ ગેરકાયદેસર રીતે શાળાનું કામકાજ ચાલુ કરી કમિશ્નરશ્રીના હુકમનો ભંગ કરેલ છે. તથા નામદાર કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવા છતાં કામકાજ ચાલુ કરેલ હોઈ સોસાયટી ધારકો અને માલિક દ્વારા વિરોધ કરતા આ કામ કાજ તુરંત બંધ કરવામાં આવેલ છે. સોસાયટી ધારકો અને માલિક દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ ફરી ચાલુ કરવા બાબતે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationટ્રમ્પ ૨.૦ના ટેરિફ વોરના ભયને કારણે ભારતમાં શરૂ થઇ ગઈ નેગેટીવ અસરો
November 18, 2024 11:01 AMપોરબંદરના કેન્દ્રીય વિદ્યાલયમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીનું પ્રદર્શન યોજાયું
November 18, 2024 11:00 AMદ્વારકામાં જગતમંદિરે શિખર ઉપર 150 પદયાત્રીઓ દ્વારા નવ ધ્વજાજી ચડાવી
November 18, 2024 11:00 AMજેતપુરના કેમિકલ યુક્ત પાણી પ્રશ્ને એડવોકેટો પણ સેવ પોરબંદર સી ની લડતમાં રહેશે સાથે
November 18, 2024 10:58 AMમોદી સરકાર સાંસદોને ગેરલાયક ઠેરવવા અંગે બનાવશે નવા નિયમો
November 18, 2024 10:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech