એક જ નાણાકીય વર્ષમાં નોકરી બદલવાથી તમને નવી તકો તો મળે છે, પરંતુ ITR ફાઈલ કરતી વખતે તમારે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. નોકરી બદલતી વખતે ઘણા લોકો ભૂલથી એક જ ઇન્વેસ્ટમેન્ટ જેમ કે EPF, PPF અથવા મેડિકલ ઇન્સ્યોરન્સનું ડિડક્શન બે વાર ક્લેમ કરી દે છે. તેનાથી ટેક્સ ફાઈલિંગમાં મુશ્કેલી આવી શકે છે.
કરિયર ગ્રોથ અને વધુ પગાર માટે આજના સમયમાં દર વર્ષે નોકરી બદલવી સામાન્ય વાત થઈ ગઈ છે. એક જ નાણાકીય વર્ષમાં નોકરી બદલવાથી તમને નવી તકો તો મળે છે, પરંતુ તમારે ITR ફાઈલ કરતી વખતે ઘણી બાબતોનું ધ્યાન પણ રાખવું જોઈએ. નહીંતર બાદમાં તમારે ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આજે અમે તમને આ સમાચારના માધ્યમથી જણાવવા જઈ રહ્યા છીએ કે તમારે નોકરી બદલ્યા બાદ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
ફોર્મ 16 લેવાનું ન ભૂલશો
જો તમે એક નાણાકીય વર્ષમાં એકથી વધુ કંપનીમાં કામ કરો છો, તો તમારે દરેક કંપની પાસેથી ફોર્મ 16 લેવું જરૂરી છે. ફોર્મ 16માં તમારો પગાર, ટેક્સ ડિડક્શન અને ઘણી વિગતો આપવામાં આવે છે જે ITR ફાઈલ કરતી વખતે કામ આવે છે.
એક જ ડિડક્શનને બે વાર ક્લેમ કરવાથી બચો
નોકરી બદલતી વખતે ઘણા લોકો ભૂલથી એક જ ઇન્વેસ્ટમેન્ટ જેમ કે EPF, PPF અથવા મેડિકલ ઇન્સ્યોરન્સનું ડિડક્શન બે વાર ક્લેમ કરી દે છે. તેનાથી ટેક્સ ફાઈલિંગમાં મુશ્કેલી આવી શકે છે. તેથી બધા ડિડક્શનને એક વાર જ યોગ્ય રીતે જોડો અને ક્લેમ કરો.
ટેક્સ ક્રેડિટ ક્લેમ
જો તમે એક જ કંપનીમાં પાંચ વર્ષથી વધુ કામ કર્યું છે અને તમે નોકરી છોડો છો, તો તમને ગ્રેચ્યુટી મળી શકે છે. 20 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુટી ટેક્સ ફ્રી હોય છે. આ ઉપરાંત લીવ એનકેશમેન્ટના પણ ટેક્સેશન નિયમો છે. ફોર્મ 26ASમાં તમારા પગારમાંથી કપાયેલા TDSની સંપૂર્ણ વિગત હોય છે. તેનાથી ખબર પડે છે કે કેટલો ટેક્સ પહેલાથી જ કપાઈ ચૂક્યો છે. ITR ફાઈલ કરતી વખતે આ ફોર્મને જરૂરથી ચેક કરો જેથી ટેક્સ ક્રેડિટ ક્લેમ કરવામાં તમને કોઈ ભૂલ ન થાય.
ઇન્કમ રિપોર્ટ
ઘણી વાર લોકો નવી નોકરીનો પગાર તો રિપોર્ટ કરી દે છે, પરંતુ જૂની નોકરીની આવક ભૂલી જાય છે. જો તમે આવું કરો છો તો ડિપાર્ટમેન્ટ પાસે તમારી આવકનું મિસમેચ દેખાઈ શકે છે, જેના કારણે તમારી પાસે નોટિસ આવી શકે છે. તેથી જૂની અને નવી બંને નોકરીઓથી મળેલો પગાર જોડીને કુલ આવક રિપોર્ટ કરવી જરૂરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationવન મંત્રીએ જામનગરના લાલવાડી વિસ્તારમાં વનકવચનું લોકાર્પણ
April 30, 2025 12:00 PMમાધવપુરમાં ૨–મેએ ગેરકાયદે બાંધકામો પર તંત્ર બૂલડોઝર ફેરવશે
April 30, 2025 11:56 AMભગવાન પરશુરામ જન્મોત્સવની ષોડસોેપચાર પૂજન વિધિ સાથે ઉજવણી
April 30, 2025 11:54 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech