માધવપુરમાં ૨–મેએ ગેરકાયદે બાંધકામો પર તંત્ર બૂલડોઝર ફેરવશે

  • April 30, 2025 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગ્રામજનો દ્રારા અનેક વખતની રજૂઆત બાદ આખરે પોરબંદર તાલુકાના માધવપુર ઘેડ ગામે ડો. આંબેડકર ચોકમાં તા.૨મેના રોજ ગેરકાયદે બાંધકામો પર તત્રં દ્રારા બૂલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરાશે. દબાણ હટાવવાના ગણતરીના કલાકો બાકી છે ત્યારે તત્રં દ્રારા જાહેરાત છતા મૌન સેવવામાં આવી રહ્યું હોવા છતાં કામગીરી થશે કે કેમ તે અંગે સ્થાનિકોમાં તર્ક–વિતર્ક થઇ રહ્યા છે.
માધવપુર ઘેડ ગામે આવેલ શહેરના પાદરમાં આવેલ ડો. આંબેડકર ચોકમાં છેલ્લા કેટલાક વર્ષેાથી આડેધડ ગેરકાયદેસરના બાંધકામો ખડકાય જવાથી આંબેડકર ચોકની જગ્યા સદંતર દબાઇ જવા પામી હતી. આવા ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે અહીંના સામાજિક કાર્યકર અને અનુ. જાતિના અગ્રણી શાંતિલાલ મેવાડાએ જાગૃતિ દાખવીને પોરબંદરના જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી સહિતનાઓને છેલ્લા તેરવર્ષથી અનેક વખત રજૂઆતો કરવામાં આવી રહી હતી. તેમજ આ પ્રશ્નને જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ બે–ત્રણ વખત રજૂ કરવામાં આવેલ હતી તેમ છતાં માધવપુરના આંબેડકર ચોકમાંથી આવા ગેરકાયદે દબાણોને દૂર કરવાની કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
આંબેડકર ચોકમાંથી આવા ગેરકાયદે દબાણો હટાવવા માટે રાયના મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવેલી હતી અને ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મજયંતી પહેલા માધવપુરના આંબેડકર ચોકમાંથી આવા ગેરકાયદે દબાણોને દૂર કરવામાં નહીં આવે તો પોતાની આગેવાની હેઠળ માધવપુરના આંબેડકર ચોકમાં ઉગ્ર આંદોલન કરવાની અને જરુર જણાયે આત્મવિલોપન કરવાની પણ ચીમકી આપવામાં આવેલી હતી. જેથી જિલ્લા વહિવટી તંત્રના જવાબદાર સત્તાવાળાઓ સફાળા જાગૃત બન્યા હતા અને માધવપુરના આંબેડકર ચોકમાંથી આવા ગેરકાયદે વાણિય બાંધકામો હટાવવા માટે મક્કમ બન્યા હતા. તંત્રએ તેમના કહેવા મુજબ માધવપુરના આંબેડકર ચોકમાંથી ગેરકાયદે દબાણોને હટાવવા માટેની કાર્યવાહી વંગવંતી બનાવી હતી અને ગત તારીખ ૨૩ એપ્રિલના આંબેડકર ચોકમાંથી દબાણો હટાવવાની કાર્યવાહી કરવામાં આવનાર હતી.
સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ દબાણકર્તાઓને પંદર દિવસની મુદ્દત આપવાની થતી હોય છે તેના બદલે સાત દિવસની સરપચં અને તલાટી મંત્રીએ આપેલી હોવાથી તેઓએ પોતાની ભૂલ કબૂલ કરીને ફરી વખત લેખિતમાં આપી ગયેલા છે જેથી હવે પછીની તા.૨ મે ના માધવપુર ગ્રામ પંચાયત દ્રારા આંબેડકર ચોકમાંથી આવા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. પરંતુ સવાલ એ થાય છે કે આટલી મોટી ભૂલના કારણે તંત્રએ મોટા ઉપાડે આવીને ૨૩ એપ્રિલના દબાણો દુર કરવાની કાર્યવાહી કરવામાં આવનાર હોવાની હવામાં જાહેરાતો કરી દેવામાં આવેલ હતી તેનું શું ?
ફરી વખત દબાણકર્તાઓને નવી તારીખ આપવામાં આવી છે તેનો પણ આજે આઠ દિવસ જેવો સમય થવા આવ્યો છે અને આંબેડકર ચોકમાંથી આવા ગેરકાયદે દબાણો હટાવવા આડે માત્ર ગણતરીની કલાકો બાકી રહી છે તેમ છતાં આ બાબતે જિલ્લા વહિવટી તંત્રના જવાબદાર સત્તાવાળાઓ હજુ મૌન કેમ છે કે મગનું નામ મરી પડતા નથી આની પહેલા તારીખ આપવામાં આવેલ હતી. હવે જે તારીખ વિગેરે વિગેરે પ્રશ્નો માધવપુરની જનતામાં ઉદભવી રહ્યા છે અને કહેવાય રહ્યું છે કે ૨ મે ના આંબેડકર ચોકમાંથી દબાણો હટાવવાની કાર્યવાહી તો હાથ પર ધરવામાં આવશે કે પહેલાની જેમ હવામાં ઓગળી નહીં જાય ને તેવા અનેક તર્કવિતર્ક થઇ રહ્યા છે ? સ્થાનિક ગ્રામ પંચાયતના સરપચં દ્રારા ગામની અંદર જાહેરમાં નોટીસ જારી કરવામાં આવેલી. આ સિવાયની અન્ય કોઇ જાહેરાત કરવામાં આવેલી નથી તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application