છોટી કાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં બ્રાહ્મણ સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની જામનગર જિલ્લા-શહેર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સાદગી પૂર્ણ અને ધાર્મિક વિધિ સાથે ઉજવણી કરવામાં આવી હતી અને કાશી વિશ્વનાથ મંદિર રોડ પર આવેલી દયાશંકર બ્રહ્મપુરીમાં ગઈકાલે ભગવાન પરશુરામ જન્મોત્સવના અવસર પર સાંજે ૫ વાગ્યાથી ૭ વાગ્યા સુધી વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન-અર્ચન નો કાર્યક્રમ રખાયો હતો, જ્યારે સાંજે ૭.૦૦ વાગ્યે મહા આરતી કરવામાં આવી હતી.
ઉપરાંત જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ પાઠવવાના ભાગ રૂપે મહામૃત્યુંજયના જાપ કરવામાં આવ્યા હતાં. જે સમગ્ર ધાર્મિક કાર્યક્રમમાં જામનગર જિલ્લાના સાંસદ, ધારાસભ્ય, મેયર, સહિતના રાજકીય આગેવાનો, ઉપરાંત બહોળી સંખ્યામાં બ્રહ્મ સમાજના ભાઈઓ- બહેનો જોડાયા હતા, અને ભગવાન પરશુરામજીના જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી. આ ધર્મોત્સવ ની ઉજવણીમાં સૌપ્રથમ જામનગર શહેરના બ્રહ્મ સમાજના અનેક દંપત્તિઓ દ્વારા ષોડશોપચાર પૂજન અર્ચન વિધિ કરવામાં આવી હતી, ત્યારબાદ બ્રાહ્મણ સમાજના આરાધ્યદેવ ભગવાન પરશુરામજી ની મહા આરતી કરવામાં આવી હતી.
આવેળાએ જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, જામનગર શહેર દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી, શહેર ભાજપના પૂર્વ મંત્રી પ્રો. વસુબેન ત્રિવેદી, પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, જામનગર મહાનગરપાલિકાના નેતા આશીષ જોશી, દંડક કેતનભાઇ નાખવા, શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, પૂર્વ મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયા, મેરામણભાઇ ભાટુ, કોર્પોરેટર સુભાષભાઈ જોશી, ડિંમ્પલબેન રાવલ, તૃપ્તિબેન ખેતિયા, કિશનભાઇ માડમ, હર્ષાબા જાડેજા તેમજ અન્ય શહેરના બ્રહ્મ સમાજના જુદાજુદા ઘટક અને બ્રહ્મ સમાજની જુદી-જુદી જ્ઞાતિ ના આગેવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતાં.
સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સમસ્ત બ્રહ્મ સમાજના જિલ્લા પ્રમુખ પ્રફુલભાઈ વાસુ, જિલ્લા મહામંત્રી ભાસ્કરભાઈ જોશી, અને કારોબારી સભ્ય નયનભાઈ વ્યાસ, ઉપરાંત શહેર પ્રમુખ અને જામનગર શહેર ભાજપના નેતા આશિષ જોષી, મહામંત્રી હિરેનભાઈ કનૈયા, બ્રહ્મ સમાજના મહિલા પાંખના જિલ્લા પ્રમુખ અને પરશુરામ જન્મોત્સવના ક્ધવીનર મનિષાબેન સુંબડ, શહેર પ્રમુખ જાગૃતિબેન ત્રિવેદી, શહેરના મહામંત્રી વૈશાલીબેન જોષી, જિલ્લાના મહામંત્રી મીનાબેન જ્યોતિષિ, ઉપરાંત જિલ્લા યુવા પ્રમુખ જનકભાઈ ખેતિયા અને જિલ્લા યુવા મહામંત્રી ચિરાગભાઈ અસવાર, શહેર યુવા પાંખના પ્રમુખ જસ્મિન ધોળકિયા, શહેર યુવા મહામંત્રી વિમલ જોષી વગેરેની આગેવાનીમાં ભગવાન પરશુરામના પૂજન અર્ચન તેમજ મહામૃત્યુંજયના જાપ સહિતના કાર્યક્રમોનું સફળતા પૂર્વક સમાપન થયું હતું.
જે સમગ્ર ધાર્મિક કાર્યક્રમમાં સમસ્ત બ્રહ્મ સમાજના અન્ય યુવા કાર્યકરો નિલેશભાઈ ઓઝા, રૂપેશભાઈ કેવલિયા, ભાવેશભાઈ વ્યાસ, જનકભાઈ ખેતીયા, યશભાઈ ભૂદેવ, તેજસ કનૈયા, દેવ ભાઈ સુમ્બડ, હિતેશભાઈ પંડ્યા, પિયુષભાઈ પૂજાણી, કિશોરભાઈ ભટ્ટ, હર્ષલભાઈ જોશી, મેહુલભાઈ જોશી, હિતાર્થ જોશી, રુદ્ર પંડ્યા, દેવાંશુ શુક્લા, ઉપરાંત બહેનોમાં હિરલબેન મીન, વૈશાલીબેન કનૈયા, હેમાંગીબેન ભોગાયતા, નેહલબેન જોષી, વૈષ્ણવીબેન ભટ્ટ, પ્રજ્ઞાબેન ત્રિવેદી, ઊર્મિબેન દવે, વૈશાલીબેન વ્યાસ અને ધારાબેન પંડ્યાનો પણ સહયોગ સાંપડ્યો હતો.