ગુજરાતમાં આજે માર્ગ અકસ્માતોનો કાળો દિવસ સાબિત થયો છે, જેમાં ત્રણ જુદા જુદા બનાવમાં કુલ 6 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ કરુણ ઘટનાઓએ રાજ્યભરમાં શોકની લાગણી પ્રસરાવી છે.
ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત
ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર ભયાવહ અકસ્માત સર્જાયો હતો. એક ટ્રકની અડફેટે આવતા ત્રણ મિત્રોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. ત્રણેય મિત્રો એક જ બાઇક પર સવાર હતા અને ટ્રક સાથેની ટક્કર એટલી જોરદાર હતી કે તેમને બચાવવાની કોઈ તક મળી ન હતી.
સાવરકુંડલામાં હિટ એન્ડ રનમાં એકનું મોત
અમરેલી જિલ્લાના સાવરકુંડલા નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. એક ઝડપી કિયા કારે બે બાઇકને ઉડાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું.
બારડોલીમાં બાઇક ડમ્પર નીચે ઘૂસ્યું
બારડોલી તાલુકાના કડોદ ગામે સ્વામિનારાયણ મંદિર સામે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેમ્પાને ઓવરટેક કરવા જતાં બાઇક ડમ્પર નીચે ઘૂસ્યું હતું. કામરેજના ડુંગરા ગામના રહેવાસી સાજનભાઈ કાંતુભાઈ રાઠોડ તેમની બાઈક પર સવાર હતા. સાજનભાઈએ પૂરઝડપે વાહન ચલાવતા આગળ જતા ટેમ્પોને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. તેની મોટરસાયકલનો કોઈ ભાગ ટેમ્પાના પાછળના ભાગે અથડાયો હતો. આ કારણે તેમણે મોટરસાયકલ પરનો કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બનેલી મોટરસાયકલ ડમ્પરના આગળના ભાગે અથડાઈ હતી. અકસ્માત સર્જાયો હતો. સાજનભાઈ ડમ્પરના ટાયર નીચે આવી ગયા હતા. જેથી તેમનું માથું કચડાઈ જવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
આ ત્રણેય અકસ્માતોમાં જીવ ગુમાવનારાઓના પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે ત્રણેય ઘટનાઓ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતોએ ફરી એકવાર વાહનચાલકોને સાવચેતી રાખવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે ગંભીર સંદેશ આપ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech