હિંદ મહાસાગરમાં ચીન સીમાઓ ઓળંગશે તો ભારત પણ તેને કંટ્રોલ કરવાનું જાણે છે: નેવી ચીફ

  • March 01, 2025 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીએ કહ્યું કે ચીન છેલ્લા કેટલાક દાયકાઓમાં હિંદ મહાસાગર ક્ષેત્રમાં પોતાની હાજરી વધારી રહ્યું છે અને ચીની સૈન્યના છ થી આઠ જહાજો કોઈપણ સમયે ત્યાં હાજર રહે છે. આ દરમિયાન તેમણે પાડોશી દેશને ચેતવણી પણ આપી કે ભારત જાણે છે કે તેને કેવી રીતે કંટ્રોલ કરવાનું છે. નૌકાદળના વડાએ કહ્યું છે કે આ અડધાથી વધુ યુદ્ધ જીતવા સમાન છે. એડમિરલ ત્રિપાઠી ભારત ૨૦૪૭: યુદ્ધમાં આત્મનિર્ભરતા વિષય પર એક પરિષદમાં હાજરી આપવા માટે નવી દિલ્હીમાં હતા.
આ કાર્યક્રમને સંબોધતા નૌકાદળના વડાએ કહ્યું કે ભારતે ચીનને એવી કોઈ જગ્યાએ આવવાની મંજૂરી આપી નથી યાં ભારત ઇચ્છતું નથી. તેમણે કહ્યું, ચીન છેલ્લા કેટલાક દાયકાઓમાં હિંદ મહાસાગર ક્ષેત્રમાં પોતાની હાજરી વધારી રહ્યું છે, માત્ર મહાસાગરોમાં જ નહીં પરંતુ જમીન પર પણ. સંખ્યાની દ્રષ્ટ્રિએ સૌથી મોટી નૌકાદળ પીએલએ નૌકાદળ, ચાંચિયાગીરીનો અતં આવ્યો હોવા છતાં, હિંદ મહાસાગર ક્ષેત્રમાં કોઈપણ સમયે ૬–૮ સક્ષમ યુદ્ધ જહાજો તૈનાત રાખે છે. ઘણી બધી બાબતો બની રહી છે, નૌકાદળના વડાએ કહ્યું. સારી વાત એ છે કે ભારતીય નૌકાદળ તરીકે આપણે સંપૂર્ણપણે વાકેફ છીએ કે શું થઈ રહ્યું છે, કયાં અને કોણ કરી રહ્યું છે અને શા માટે કરી રહ્યું છે.
નૌકાદળના વડાએ કહ્યું કે ભારત દરિયાઈ ક્ષેત્રમાં દરેક રીતે સક્ષમ છે. તેમણે કહ્યું, હિંદ મહાસાગર ક્ષેત્રમાં આવવાનું ચીનનું શઆતનું બહાનું એ હતું કે તેઓ ચાંચિયાગીરી સામે લડી રહ્યા હતા. પણ એ બધું ઇતિહાસ બની ગયું છે. આપણે જાણીએ છીએ કે તેઓ શું કરી રહ્યા છે. આપણે બધા જાણીએ છીએ કે તેઓ એવી વસ્તુઓ કરી રહ્યા છે જે તેમણે ન કરવી જોઈએ, જેમ કે ગેરકાયદેસર, અનિયંત્રિત માછીમારી. પરંતુ આપણે આ બધું રોકી શકતા નથી. નૌકાદળના વડાએ કહ્યું કે ભારત ફકત એટલું જ સુનિશ્ચિત કરી શકે છે કે ચીન આપણા હિતના ક્ષેત્રોમાં કઈં કરી શકે નહીં.
એડમિરલ ત્રિપાઠીએ કહ્યું કે ચીન બે દાયકાથી વધુ સમયથી પાકિસ્તાનને દરિયાઈ સાધનો અને સિસ્ટમો સપ્લાય કરી રહ્યું છે. ૨૦૦૯ થી, ચીને પાકિસ્તાનને ત્રણ ફ્રિગેટસ, એફ–૨૨, ટાઇપ ૦૫૪ પૂરા પાડા છે, એક સેટેલાઇટ સર્વેલન્સ જહાજ પણ આપ્યું છે. એડમિરલ ત્રિપાઠીએ કહ્યું, અમે ચોક્કસપણે સમજીએ છીએ કે સબમરીન આપણી દરિયાઈ સુરક્ષા અને વેપાર માટે શું ખતરો ઉભો કરી શકે છે અને અમે તેના માટે પગલાં લઈ રહ્યા છીએ. તેમણે કહ્યું, ભારત ચીન અને પાકિસ્તાન વચ્ચેના આ દરિયાઈ જોડાણને કારણે આપણને કોઈ નુકસાન ન થાય તે સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે.હિંદ મહાસાગરમાં ચીન સીમાઓ ઓળંગશે તો
ભારત પણ તેને કંટ્રોલ કરવાનું જાણે છે: નેવી ચીફ
ભારતીય નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીએ ચીનને આપી ચેતવણી: ભારત દરિયાઈ ક્ષેત્રમાં દરેક રીતે સક્ષમ છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application