વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સીબીઆઈ ડિરેકટરની ભલામણ પ્રક્રિયાનો સ્પષ્ટ્ર શબ્દોમાં વિરોધ વ્યકત કર્યેા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહત્પલ ગાંધીએ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના ડિરેકટરની પસંદગી પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે પત્રમાં જણાવ્યું હતું કે વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ ન હોઈ શકે.પસંદગી સમિતિમાં વિપક્ષના નેતાનો સમાવેશ કરવામાં આવે પરંતુ તેમને યોગ્ય ભૂમિકા તો ભજવવા દેવામાં આવતી નથી, આ શું કામ નું?
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે સરકારે પત્રકારો, ટીકાકારો અને રાજકીય વિરોધીઓને નિશાન બનાવવા માટે સીબીઆઈનો વારંવાર દુપયોગ કર્યેા છે. તેમના પત્રમાં, તેમણે લખ્યું, હત્પં સીબીઆઈના આગામી ડિરેકટરની ભલામણ કરવા માટે રચાયેલી સમિતિના અધ્યક્ષ તરીકે, તેની કાર્યવાહી અંગે મારો વિરોધ નોંધાવવા માટે લખી રહ્યો છું.ગાંધીએ આગળ લખ્યું, તમારી સરકારે રાજકીય વિરોધીઓ, પત્રકારો અને ટીકાકારોને નિશાન બનાવવા માટે ભારતની અગ્રણી તપાસ એજન્સી,સીબીઆઈનો વારંવાર દુપયોગ કર્યેા છે. પસંદગી સમિતિમાં વિપક્ષના નેતાનો સમાવેશ સંસ્થાના આવા હસ્તક્ષેપ અટકાવવા માટે છે. દુ:ખની વાત છે કે, તમે મને આ પ્રક્રિયામાં કોઈ અર્થપૂર્ણ ભૂમિકા આપવાનો સતત ઇનકાર કર્યેા છે. વારંવાર વિનંતીઓ છતાં, મને લાયક ઉમેદવારોના સ્વ–મૂલ્યાંકન અને ૩૬૦–ડિગ્રી રિપોટર્સ જોવાની મંજૂરી આપવામાં આવી ન હતી. વાસ્તવિક સમિતિની બેઠક દરમિયાન મને પહેલી વાર ૬૯ ઉમેદવારોના મૂલ્યાંકન રેકોર્ડની સમીક્ષા કરવાની અપેક્ષા રાખવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application