આધ્યાત્મથી જ થશે ઘર, પરિવાર, સમાજ સુંદર...

  • May 22, 2024 11:14 AM 

નિરંકારી મિશનનો ઝોન સ્તરીય મહિલા સંત સમાગમ સંપન્ન


સંત નિરંકારી મિશન દ્વારા મહિલાઓ ને આધ્યાત્મ થી જોડવા મટે આજે ઝોન સ્તરીય મહિલા સંત સમાગમ જામનગર સ્થિત ખંભાળિયા નાકા બહાર સખર જિલ્લા સિંધી સમાજ ની વાડી માં આયોજિત કરવા માં આવેલ. નિરંકારી પ્રચારક બેન મનસા ચૂગ જી એ સતગુરુ માતા સુદીક્ષા મહારાજ નો સંદેશ આપતા કહ્યું કે ઘર, પરિવાર અને સમાજ ની વાતાવરણ સુંદર અને આનંદમય બનાવવું હોય તો આધ્યાત્મ ને અપનાવું પડશે.


તેઓ એ કહ્યું કે ," એક મહિલા વિવિધ ભૂમિકાઓ ભજવે છે.જે દીકરી,બહેન,પત્ની અને માં ના રૂપ માં પોતાની જવાબદારી નું નિર્વાહ કરે છે .બાળકો નું પ્રારંભિક જીવન ને સવારવાનું કાર્ય પણ એક મહિલા ના રૂપ માં કરે છે.એટલે મહિલાઓ ની જવાબદારી મહત્વપૂર્ણ છે કે તે બાળકો અને પરિવાર ને શું આપવા માંગે છે .


નિરંકારી પ્રચારિકા બહેન મનસા ચુગ્ જી એ કહ્યું કે વર્તમાન પરિસ્થિતિ માં દરેક પરિવાર ને સાચો માહોલ જરૂરી છે અને સર્વપ્રથમ મહિલાઓ આધ્યાત્મ થી જોડાય જેથી ઘર, પરિવાર નું વાતાવરણ સુંદર  અને સુખદ બને.જીવન માં બદલાવ માટે સત્સંગ ખુબ જ જરૂરી છે .


મહિલા સંત સમાગમ માં નારીશક્તિ એ ગીત ભજન કવિતા વિચાર તેમજ નાટ્ય ના માધ્યમ થી સતગુરુ માતા સૂદિક્ષા જી મહારાજ ની શિક્ષાઓ પર આધારિત પ્રસ્તુતિ રજૂ કરેલ. નિરંકારી મહિલા સંત સમાગમ માં જામનગર, ભુજ,ગાંધીધામ, અંજાર મોરબી ના સેંકડો મહિલાઓ ની ભાગીદારી રહેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application