અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન પર સ્ટેની અરજી હાઇકોર્ટે ફગાવી, ડિમોલિશન ચાલુ રહેશે

  • April 29, 2025 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદમાં મિની બાંગ્લાદેશ તરીકે પંકાયેલા ચંડોળા તળાવ વિસ્તારમાં આજે વહેલી સવારથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ગેરકાયદેસર રીતે ખડી દેવામાં આવેલા કાચા-પાકા મકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે. ત્યારે આ કામગીરી પર સ્ટે મૂકવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જોકે, હાઈકોર્ટ દ્વારા આ અરજી ફગાવી દેવામાં આવી છે. ડિમોલિશનની કાર્યવાહી ચાલુ જ રહેશે.


ડિમોલિશન મુદ્દે 18 જેટલાં અરજદારોએ કામગીરી પર સ્ટે મૂકવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં ડિમોલિશન મુદ્દે અનેક સવાલ ઉઠાવવામાં આવ્યા હતાં. તેમજ નિયમો વિરૂદ્ધ ડિમોલિશનની કામગીરી કરી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. અરજીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અહીં રહેતા લોકો બાંગ્લાદેશી નથી અને ખોટી રીતે અમારા મકાન તોડી પાડવામાં આવી રહ્યા છે. આ સિવાય કોઈ ગેરકાયદે વિદેશી છે કે, નહીં તેનો નિર્ણય ફોરેન ટ્રિબ્યૂનલ નક્કી કરે. તેથી તેની સામે કાર્યવાહીના ભાગરૂપે ગેરકાદે રીતે ઘર તોડી ન શકાય. અમને ન તો કોઈ નોટિસ મળી છે અને ન તો પુનર્વસનની કોઈ વાત કરવામાં આવી હતી. આ મુદ્દે 11 વાગ્યે સુનાવણી હાથ ધરવાની હતી. જોકે, હાઈકોર્ટે આ મુદ્દે અરજદારોને અરજી ફગાવી દીધી છે અને ડિમોલિશન પર સ્ટે મૂકવાનો ઈનકાર કરી દીધો છે.  


મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના ચંડોળા તળાવ પાસે સૌથી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરો રહે છે. પોલીસે અહીંથી જ 800થી વધુ જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. એવામાં હવે અહીં ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગત રાત્રિથી જ ચંડોળા તળાવ પાસે મોટી સંખ્યામાં બુલડોઝર અને ટ્રકો ગોઠવી દેવામાં આવ્યા હતા. ગુજરાત પોલીસની સાથે સાથે ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ, એસઆરપી એસઆરપી તથા એસઓજીની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. કુલ બે હજારથી વધુ જવાનો તૈનાત કરાયા છે. અંદાજે 40થી 50 બુલડોઝર અને 40થી વધુ ડમ્પરનો ખડકલો ચંડોળા તળાવ પાસે કરી દેવાયો છે. 

ચંડોળામાં 500થી વધુ મકાનો અને ઝૂપડાં ધ્વસ્ત કરાયા છે. ત્યારે લલ્લા બિહાર નામનો વ્યક્તિ ખૂબ ચર્ચામાં છે. લલ્લા બિહારીએ પચાવી પાડેલી 2 હજાર વાર જગ્યા ખુલ્લી કરીને તેના ગેરકાયદે ફાર્મ હાઉસને તોડી પાડવામાં આવ્યું છે. ફાર્મ હાઉસ રૂમ, કિચન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ગાર્ડન, ફુવારા, મીની સ્વિમિંગ પુલ, હીંચકા અને એસી સહિતની સુવિધાઓથી સજ્જ હતું. લલ્લા બિહારી ગેરકાયદે ફાઇનાન્સનો ધંધો કરતો અને ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો પુરો પાડતો હતો. 


લલ્લા બિહાર પશ્વિમ બંગાળના એજન્ટ થકી બાંગ્લાદેશીઓને લાવતો હતો. તે વ્યક્તિ દીઠ 10થી 15 હજાર રૂપિયા લેતો હતો અને જગ્યા ભાડે આપતો હતો. એટલું ગેરકાયદે આવેલા બાંગ્લાદેશીઓને ખોટા દસ્તાવેજ બનાવી આપતો હોવાના આરોપ છે. ત્યારે પોલીસે લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહની ધરપકડ કરી લીધી છે. હાલ બંનેને ક્રાઇમ બ્રાન્ચ લઇ જવામાં આવ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application