ભારતીય રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં ઘટાડો કર્યા બાદ દેશની ઘણી બધી બેંકોએ પોતાના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. ચાલો અમે તમને જણાવીએ કે ICICI, HDFC, Axis અને યસ બેંકના સેવિંગ બેંક એકાઉન્ટ પર હાલના વ્યાજ દરો શું છે.
ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે, ત્યારથી દેશની મુખ્ય બેંકોએ પણ વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. ICICI બેંક, HDFC બેંક અને એક્સિસ બેંકે સેવિંગ એકાઉન્ટના વ્યાજ દરોમાં 25 આધાર અંકોનો ઘટાડો કર્યો છે. ચાલો અમે તમને જણાવીએ કે ICICI, HDFC, Axis અને યસ બેંકના સેવિંગ બેંક ખાતા પર હાલના વ્યાજ દરો શું છે.
ICICI બેંકના વ્યાજ દરો
ICICI બેંક દેશની બીજી સૌથી મોટી ખાનગી બેંક છે. તેમાં RBI દ્વારા રેપો રેટ કર્યા બાદ સેવિંગ એકાઉન્ટ પર મળતા વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. બેંક હવે દિવસના અંતે જો તમારા ખાતામાં 50 લાખ રૂપિયાથી ઓછી રકમ છે, તો તેના પર વાર્ષિક 2.75 ટકાનું વ્યાજ ઓફર કરી રહી છે, જેના પર પહેલા 3 ટકાનું વ્યાજ હતું. જ્યારે, જો તમારા ખાતામાં દિવસ પૂરો થવા સુધીમાં 50 લાખ રૂપિયા અથવા તેનાથી વધુ રકમ છે તો તમને તેના પર 3.25 ટકાનું વ્યાજ મળશે.
HDFC બેંક
HDFC બેંકે પણ સેવિંગ એકાઉન્ટ પર મળતા વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. 12 એપ્રિલથી લાગુ થયેલા નવા વ્યાજ દરોમાં બેંક 50 લાખથી ઓછીની જમા રાશિ પર વાર્ષિક 2.75 ટકાનું વ્યાજ ઓફર કરી રહી છે. આ ઉપરાંત 50 લાખ અને તેનાથી વધુની જમા પર વાર્ષિક 3.25 ટકાનું વ્યાજ આપી રહી છે.
એક્સિસ બેંક
એક્સિસ બેંક હવે 50 લાખ રૂપિયાથી ઓછીની અંતિમ દિવસની શેષ રાશિ માટે 2.75%નું વ્યાજ ઓફર કરી રહી છે. જ્યારે, 50 લાખ રૂપિયાથી લઈને 2,000 કરોડ રૂપિયા સુધીની જમા પર બેંક 3.25%નો ઇન્ટરેસ્ટ રેટ આપી રહી છે. આ ઉપરાંત બેંક 2,000 કરોડ રૂપિયાથી વધુ જમા પર ઓવરનાઈટ MIBOR + 0.70% વ્યાજ આપી રહી છે.
યસ બેંકના નવા વ્યાજ દરો
યસ બેંકે પણ હમણાં જ સેવિંગ એકાઉન્ટ પર મળતા વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. બેંક જમાની રાશિના હિસાબે વ્યાજ ઓફર કરી રહી છે. યસ બેંક 10 લાખ રૂપિયા સુધીની જમા પર 3 ટકાનું વ્યાજ, 10 લાખ રૂપિયાથી લઈને 25 લાખ રૂપિયા સુધી પર 3.50 ટકાનું વ્યાજ ઓફર કરી રહી છે. આ ઉપરાંત જો તમે બેંકમાં 25 લાખ રૂપિયાથી લઈને 50 લાખ રૂપિયાની વચ્ચે પૈસા જમા કર્યા છે, તો તમને 4 ટકાનું વાર્ષિક વ્યાજ અને 50 લાખથી 100 કરોડ સુધીની જમા પર 5 ટકાનું વ્યાજ મળશે. આ નવા વ્યાજ દરો આજ એટલે કે 21 એપ્રિલ 2025થી લાગુ થઈ ગયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઢીંચડામાં ઉર્ષ મુબારકના કાર્યક્રમ સાથે ઘોડા-ઊંટ ગાડીની રેસ યોજાઇ
April 22, 2025 09:21 AMIPL 2025: ગુજરાતે કલકત્તાને 39 રને હરાવ્યું, શુભમન ગિલ રહ્યો મેચનો હીરો
April 21, 2025 11:38 PMરાજકોટમાં SOGનો સપાટો: શાસ્ત્રીમેદાનમાંથી ગાંજાના મોટા જથ્થા સાથે બે આરોપી ઝડપાયા
April 21, 2025 09:18 PMICICI, HDFC થી લઈને YES બેંક સુધી; કઈ બેંકમાં મળી રહ્યું છે સૌથી વધુ વ્યાજ?
April 21, 2025 08:43 PMસુરતમાં નકલી હેડ એન્ડ સોલ્ડર શેમ્પૂનું કૌભાંડ ઝડપાયું, 16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 3ની ધરપકડ
April 21, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech