રાત્રિના કવ્વાલીનો શાનદાર કાર્યક્રમ યોજાયો
જામનગર તાલુકાના ઢીંચડામાં યા શાહ મુરાદશાહ પીર બુખારી વલીની દરગાહ શરીફમાં ગઈકાલે ઉર્ષ મુબારક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગઈકાલે બપોરે ૨.૩૦ વાગ્યે ઘોડા રેસ તેમજ ઉંટ ગાડીની રેસ યોજાઇ હતી.
આ રેસમાં જુદી જુદી ત્રણ પ્રકારની ઘોડા રેસમાં કુલ ૪૭ ઘોડા જોડાયા હતા. તેમાં સૌથી મોટા ઘોડાની રેસમાં પપ્પુ કાસમ ખફીનો પિસ્તોલ નામક ઘોડો પ્રથમ ક્રમાંકે વિજેતા બન્યો હતો, જ્યારે હાજીભા આયુબનો રાઇફલ નામનો ઘોડો બીજા સ્થાને પહોંચ્યો હતો. જે બંનેનો પાઘડી પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ બીજા રાઉન્ડમાં નાના ઘોડામાં જાફરભાઈ કોટાઈનો રોકેટ નામક ઘોડો પ્રથમ સ્થાને, જ્યારે ઇકબાલભાઈ મસિતિયાવાળાનો રોઝો નામનો ઘોડો બીજા સ્થાને રહ્યો હતો. આ ઉપરાંત ત્રીજા નાના વછેરા ઘોડાની રેસમાં ઈકબાલભાઈ મસીતીયા વાળાનો ૨૨૨ નંબરનો ઘોડો પ્રથમ સ્થાને, પપ્પુભાઈ અખાણીનો ૪૭ નંબરનો ઘોડો બીજા સ્થાને રહ્યો હતો. જે તમામ વિજેતાઓને પણ પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે અરબી ઘોડાની રેસમાં એકમાત્ર હનીફભાઈ બેડીવાળાની અરબી ઘોડી પ્રથમ સ્થાને રહી હતી, અને તેમનું પણ પાઘડી પહેરાવીને સન્માન થયું હતું.
આ ઉપરાંત ઊંટ ગાડીની રેસમાં ચાર ઊંટગાડી જોડાઈ હતી, જેમાં અબ્દુલભાઈ ઉંમરભાઈની ઊંટગાડી પ્રથમ સ્થાને, જ્યારે કરીમભાઈ બેડેશ્વર વાળાની ઊંટગાડી બીજા સ્થાને રહી હતી. જે બંનેને પણ પાઘડી પહેરાવી બહુમાન કરાયું હતું. ત્યારબાદ રાત્રિના કવ્વાલીનો કાર્યક્રમ યોજાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationભાટીયાના રણજીતપુર ખાતે શિવ મહાપુરાણ જ્ઞાન કથાનો પ્રારંભ
April 22, 2025 01:14 PMજામનગર શહેર-જિલ્લા કોંગીને ખરેખર મજબૂત સુકાની મળી શકશે...?
April 22, 2025 01:11 PMજામનગર: દરેડ ખાતે PGVCL સ્ટોરમાં પડેલા ભંગારના વજનમાં ગોટાળા કરી લાખોનું કૌભાંડ
April 22, 2025 12:58 PMબંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિતે સન્માન સભા યોજાઈ
April 22, 2025 12:33 PMઇટ્રા ખાતે મૂત્રમાર્ગને લગતી સમસ્યા માટે વિનામૂલ્યે નિદાન સારવાર
April 22, 2025 12:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech