ભારતીય કોસ્ટગાર્ડના સ્થાપના દિવસની ઓખા ખાતે ઉજવણી

  • February 03, 2024 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય કોસ્ટગાર્ડની સ્થાપના ૧લી ફેબ્રુઆરી ૧૯૭૭ ના રોજ થઇ હતી, દરિયાઇ સરહદોની સુરક્ષા માટે ભારતીય કોસ્ટગાર્ડની સ્થાપના કરવામાં આવી હતી, દર વર્ષે ૧લી ફેબ્રુઆરીએ દેશભરમાં ભારતીય કોસ્ટગાર્ડના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરુપે ઓખા બંદર ખાતે કોસ્ટગાર્ડના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ઇન્ડીયન કોસ્ટગાર્ડ તેની સિઘ્ધિઓ અને કાર્યશ્રમતા માટે વિશ્ર્વમાં પ્રસિઘ્ધ છે, જેની સાથે તે પડકારજનક વાતાવરણમાં પણ તેની સંપત્તિઓનું સંચાલન કરે છે. જેનાથી ચોવીસ કલાક તે દેશને સલામતી અને સુરક્ષા સુનિશ્ર્ચિત આવે છે. તેના સૂત્ર વયમ રક્ષામહ એટલે કે અમે રક્ષણ કરીએ છીએ. ને સાચું માનીને આ સેવાને ૧૯૭૭ માં તેની શરુઆતથી અત્યાર સુધીમાં ૧૧પ૩૪ થી વધુ લોકોના જીવ બચાવ્યા છે અને માત્ર ર૦૨૩ માં જ ર૦૦ લોકોના જીવ બચાવ્યા છે.
ઉત્તર ગુજરાતનો સંવેદનશીલ દરિયાઇ સીમાની સુરક્ષા માટે આઇસીજીએ ગાંધીનગર ખાતે પ્રાદેશિક મુખ્યાલયના નેજા હેઠળ ઓખા ખાતે કોસ્ટગાર્ડ જિલ્લા મુખ્યાલય નંબર ૧પ ની સ્થાપના કરી હતી. ત્યારથી આ મુખ્યમથક જહાજો અને વિમાનોની જમાવટ દ્વારા સતત તકેદારી કરી રહ્યું છે. હંમેશા સર્મપણ અને પ્રતિબઘ્ધતા સાથે તમામ પડતરોનો સામનો કરી આ હેડ કવાર્ટર ઉત્તર ગુજરાતની દરિયાઇ સીમાઓને અસરકારક રીતે સુરક્ષિત કરવા અને શ્રેષ્ઠતા માટે સતત પ્રયત્નશીલ રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application