જામનગરના પાપા લુઈસ પીઝા પાર્લરમાં ફૂડ વિભાગનો દરોડો

  • February 20, 2025 10:25 AM 

ફૂડમાં હાઈજીનનો અભાવ: દંડની વસુલાત


જામનગર શહેરના ગ્રીન સિટી વિસ્તારમાં આવેલી પાપા લુઈસ પીઝા નામની હોટલમાં ફૂડ વિભાગે દરોડો પાડ્યો હતો, જ્યાં હાઈજીનનો સદંતર અભાવ જોવા મળ્યો હતો. ગ્રાહકો દ્વારા ફ્રેન્ચ ફ્રાય અને ચણા મસાલામાં વાળ નીકળવાની ફરિયાદ મળ્યા બાદ આરોગ્ય વિભાગે આ કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન હોટલમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો, જેના કારણે આરોગ્ય વિભાગે હોટલ સંચાલકને રૂપિયા ૫,૦૦૦ નો દંડ ફટકાર્યો હતો, અને નોટિસ પણ પાઠવી હતી.


જામનગર મહાનગર પાલિકાની ફુડ શાખાના ફૂડ ઇન્સ્પેક્ટર ડી.પી. પરમારે જણાવ્યું હતું કે, હોટલમાં કોઈપણ વસ્તુ હાઇજેનિક રીતે બનાવવામાં આવી રહી ન હતી, જે ગ્રાહકોના આરોગ્ય માટે જોખમી છે. ગ્રાહકોએ ૧૮.૨.૨૦૨૫ ના રોજ ૧૫.૩૩ વાગ્યે હોટલમાં જમવાનો ઓર્ડર કર્યો હતો, જેનું બિલ નંબર ૮૮૧૩ હતું. જેમાં લંચ પુખ્ત ૩ લોકો માટે ૨૭૯ રૂપિયા પ્રતિ વ્યક્તિના ભાવે કુલ ૮૩૭ રૂપિયા અને જી.એસ.ટી. સાથે ગ્રાન્ડ ટોટલ ૮૭૯ રૂપિયા ચૂકવ્યા હતા, અને ફ્રેન્ચ ફ્રાય અને ચણા મસાલામાં વાળ નીકળવાની ફરિયાદ કરી હતી.


ફૂડ વિભાગે હોટલ સંચાલકને તાત્કાલિક સ્વચ્છતા સુધારવા અને હાઇજેનિક રીતે ખાદ્ય પદાર્થો બનાવવાનો આદેશ આપ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application