રાજકોટ મહાપાલિકા તંત્રની આરોગ્ય શાખા રોગચાળાના આંકડા ઘટાડીને જાતે જ પોતાની પીઠ થાબડવાની પ્રવૃત્તિ કરી રહી છે, શહેરમાં હિટવેવ વચ્ચે સતત ચોથા સપ્તાહમાં રોગચાળો ઘટ્યો હોવાનું વિકલી એપેડમિક રિપોર્ટમાં જાહેર કરાયું છે. ૨૫ લાખની વસ્તીના રાજકોટ શહેરમાં સાત દિવસમાં વિવિધ રોગચાળાના કુલ ફક્ત ૧૧૭૯ કેસ મળ્યા હોવાનું જાહેર કર્યું છે.
તાવના ૫૬૭, શરદી ઉધરસના ૪૩૮, ઝાડા ઉલ્ટીના ૧૭૨ કેસ
મ્યુનિ.આરોગ્ય અધિકારીએ આજે જાહેર કરેલા વિકલી એપેડમિક રિપોર્ટમાં તાવના ૫૬૭, શરદી ઉધરસના ૪૩૮, ઝાડા ઉલ્ટીના ૧૭૨, ટાઈફોઈડનો એક, કમળાનો એક સહિત કુલ ૧૧૭૯ કેસ જાહેર કર્યા હતા. બીજી બાજુ ખાનગી તબીબી વર્તુળોએ જણાવ્યું હતું કે હાલ શહેરમાં પાણીજન્ય રોગચાળામાં ટાઇફોઇડ, કમળો, ઝાડા ઉલટી વિગેરેના અનેક કેસ મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આરોગ્ય શાખાએ સતત ચોથા સપ્તાહમાં રોગચાળાના આંક ઘટાડયા છે જેથી વાસ્તવિક સ્થિતિ સામે આવતી નથી તે હકીકત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સિક્કા ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
April 21, 2025 05:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech