રાજકોટ મહાપાલિકામાં ભરતી થવાની છે તેવો મેસેજ વાયરલ થતા તંત્ર ધંધે લાગ્યું હતું અને હાલ જે પ્રકારનો મેસેજ વાયરલ થયો છે તેવી કોઇ ભરતી નહીં હોવાનું જણાવી લોકોને લેભાગુ તત્વોથી નહીં છેતરાવા અપીલ કરી છે.
યુવા વર્ગ નોકરી માટે ચારેય તરફ ફાંફા મારતો હોય છે
બેરોજગારીના જમાનામાં યુવા વર્ગ નોકરી માટે ચારેય તરફ ફાંફા મારતો હોય છે. જેનો ગેરલાભ પણ લેભાગુઓ લઈ રહ્યા હોવાનો વધુ એક કિસ્સો બનવા પામ્યો છે. ગઈકાલથી વોટ્સએપ અને સોશિયલ મીડિયા ઉપર મેસેજ વાયરલ થયો છે. જેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફક્ત મહિલાઓની બીલ બનાવવા તેમજ કોમ્પ્યુટરને લગતા કામો માટે ભરતી કરવાની છે અને પગાર રૂ.૨૨ હજાર મળશે તેવા મેસેજના પગલે અનેક અરજદારો દ્વારા આ મુદ્દે કોર્પોરેશનમાં તપાસ કરતા આ પ્રકારની કોઈ જાતની ભરતી હાલમાં ચાલુ ન હોવાનું જાણાવ્યું હતું અને લેભાગુઓ દ્વારા ભરતી મુદ્દે લોકો પાસેથી પૈસા ખંખેરવામાં ન આવે તે માટે આ પ્રકારની છેતરપિંડીનો ભોગ લોકોએ ન બનવું તેવી અપીલ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સિક્કા ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
April 21, 2025 05:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech