૪૪ ગુનાઓમાં પકડાયેલ ૨૩૩૭ બોટલ પર બુલડોઝર ફરી વળ્યું
દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ખંભાળીયા ખાતે ગઇકાલે ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ દ્વારા સુચના આપી સ્વચ્છ ભારત અંતર્ગત જિલ્લાનાં વિવિધ ચાર પોલીસ સ્ટેશનમાં પડેલ પેન્ડીંગ દારૂનો જથ્થો તેમજ ૪૪ ગુનાઓમાં પકડાયેલ ૨૩૩૭ બોટલ જેની કિંમત ૧૧૦૬૧૭૦ ના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.
રાજકોટ વિભાગના મહાનિરિક્ષક અશોકકુમાર યાદવ તથા દ્વારકા જિલ્લાનાં પોલીસ અધિક્ષક મિતેશ પાંડેય દ્વારા તાજેતરમાં મીટીંગો કરી અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પોલીસ સ્ટેશનમાં પડેલ બીનજરૂરી પેન્ડીંગ મુદામાલનો નિકાલ કરવામાં આવે અને પોલીસ સ્ટશેનમાં સ્વચ્છતા જળવાઇ રહે તેમજ બીનજરૂરી જગ્યા રોકાઇ ન રહે તે માટે સુચના આપવામાં આવી હતી.
તે અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ખંભાળીયા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડો. હાર્દિક પ્રજાપતિ દ્વારા તાબાના થાણા અધિકારી સાથે મીટીંગનું આયોજન કરી અને પોલીસ સ્ટેશનમાં રહેલ બિનજરૂરી મુદામાલનો નિકાલ કરવા સુચના કરી અને તાબાના ભાણવડ પોલીસ સ્ટેશન સલાયા મરીન પોલીસ સ્ટેશન, તથા વાડીનાર મરીન પો. સ્ટેશનમાં બીનજરૂરી પેન્ડીંગ રહેલ ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના જથ્થાનો નાશ કરવા કોર્ટમાંથી મંજુરી મળવા અંગેની દરખાસ્ત તૈયાર કરાવી, જે દસ્તાવેજ મંજુર કરાવી અને મુદામાલનો નાશ કરવા અંગેનો હુકમ મેળવી જે હુકમના આધારે ખંભાળીયા, ભાણવડ, સલાયા મરીન તેમજ વાડીનાર મરીન પો. સ્ટેશન આમ ચારેય પો. સ્ટેશનનો અલગ અલગ કુલ ૪૪ ગુનામાં પકડાયેલ અલગ-અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની બોટલો તથા બીયરોનો જથ્થો, કુલ બોટલ નંગ ૨૩૩૭ જેની કિંમત રૂા. ૧૧,૦૬,૧૭૦ ની કિંમતનો ડો. હાર્દિક પ્રજાપતિ તથા પ્રાંત અધિકારી કે.કે. કરમટા તથા નશાબંધી અધિકારીની હાજરીમાં વિધિવત કાર્યવાહી કરી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવેલ છે.
આ કાર્યવાહી દરમ્યાન ખંભાળીયા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડો. હાર્દિક પ્રજાપતિ, પ્રાંત અધિકારી કે.કે. કરમટા, નશાબંધી અને આબકારી વિભાગના અધિક્ષક એસ.સી. વાળા, ખંભાળીયા પોલીસ ઇન્સ્પેકટર બી.જે. સરવૈયા, સલાયા મરીન પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એ. રાણા, ભાણવડ પો.સ્ટેશનનાં ઇન્ચાર્જ પીઆઇ પી.જે.ખાંટ, તેમજ વાડીનાર મરીન પો.સ્ટેશનના પીએસઆઇ વી.આર.શુકલા હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationહિરલબા જાડેજા સહિત ચાર સામે બોગસ પેઢીમાં ફ્રોડના નાણા જમા કરાવવા મામલે જઘૠની તપાસ
June 03, 2025 02:52 PMઉનાળાની આકરી ગરમીમાં પણ પોરબંદરવાસીઓ કરી રહ્યા છે કસરત
June 03, 2025 02:51 PMખૂબ મોટી માત્રામાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે બનાવ્યુ નાનુ પાઇપ કલ્વર્ટ
June 03, 2025 02:50 PMટ્રકમાં 1095 બોટલ વિદેશી દારૂ મંગાવવાના ગુનાના આરોપીના આગોતરા જામીન મંજૂર
June 03, 2025 02:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech