તંત્રના પ્રતાપે ચોટીલાનાં મુખ્ય રોડ ઉપર દિલ્હી જેવું પ્રદૂષણ!

  • November 20, 2024 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોટીલા શહેરની મધ્યમાંથી પસાર થતા સારી કન્ડીશન વાળા રોડને તોડી રિપેરીંગની ગ્રાન્ટના નાણા લોટ પાણી લાકડા જેવું કામ પાછળ વેડફી શહેરનાં લોકોને બાનમાં રાખવા જેવો તાશેરો કરતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. હાઇવે કનૈયા ચોકડી થી જલારામ મંદિર તરફ જતા મુખ્ય સારા ગુણવત્તા વાળા રોડને તોડી નાખ્યો અને લોખંડનાં સળીયા અને ઐંડાઇ વાળા મજબુતાઇ વાળા રોડ નાં સ્થાને હલકી કક્ષાનાં સિમેન્ટ મટીરીયલ્સ વાળો હલકી કક્ષાનો રોડ બનાવતા મુખ્ય રોડ ઉપરનાં ધંધાર્થીઓ માટે કાયમી માથાનો દુખાવા સમાન પ્રશ્ન બનેલ છે.  મહિનાઓ પહેલા કોન્ટ્રાકટરે કરેલા નબળા કામને કારણે એક જ ચોમાસું જતા રોડ કયાં છે તે શોધવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે અને સિમેન્ટ ગાયબ થતા પડેલા ગાબડા પુરવા કવાયત કરવી પડેલ હલકી સિમેન્ટ અને નબળા કામ પાછળ ખુલ્લ ો ભ્રષ્ટ્રાચાર હોવાની પણ ચર્ચા ઉઠી છે આ રોડ ઉપર કાયમ દિલ્હી જેવું પ્રદૂષણનું ઝેર ઓકતું વાતાવરણ રહે છે. ૨૪ કંલાક ઉડતી ધુળ ની ડમરીઓથી વેપારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. અને તત્રં વાહકો ની ઢાક પીછોડ ની રાજનીતિ નો ભોગ વેપારીઓનાં ધંધા રોજગાર ઉપર પડે છે. નબળા રોડ અને ધુળની ડમરીઓનાં ત્રાસ થી અનેક લોકો એ કાચનાં દરવાજાનાં ખર્ચેા કરવાની ફરજ પડેલ છે અને રોડ ઉપર ક્ષમતા કરતા વધુ ખનીજ ભરેલા અનેક ઓવરલોડીંગ વાહનો પસાર થયા છે. અને નબળા રહી રોડનાં ઉખડી ગયેલા કપચાઓ ઉડાડી દુકાનના કાચ તોડી નાખવામાં આવ્યા છે. લોકો છેલ્લ ા ઘણા સમય થી આ દોઝખને સહન કરે છે. પણ તત્રં જાણે નિંભર બની ગયું હોય તેમ અનુભવાય છે. આ મુખ્ય રોડ અંગે તત્રં દ્રારા વહેલી તકે ઘટતું નહી કરાય તો ડમરી રાજ થી ત્રસ્ત થયેલા સ્થાનિક વેપારીઓ ના છુટકે આંદોલન જેવા રસ્તા અપનાવી તંત્રના કાન આમળવાની ફરજ પડશે તેવું ધંધાર્થીઓ જણાવે છે.
ચૂટણી સમયે વેપારીઓનાં મત મેળવવા દોડધામ અને ડાહી વાત કરનાર આગેવાનો આ રોડનાં મુદ્દે વેપારીઓની લાચાર વેદના સમજે અને વહેલી તકે નિવારણ કરવાની નૈતિકતા દાખવે તેવી માંગ ઉઠી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application