IPL 2025: રોમાંચક મુકાબલામાં રાજસ્થાનને 11 રને હરાવ્યું, છેલ્લી ઓવરમાં હેઝલવુડે પલ્ટી બાજી

  • April 24, 2025 11:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પોતાના હોમગ્રાઉન્ડ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શાનદાર પ્રદર્શન કરતા સિઝનની પ્રથમ જીત નોંધાવી છે. ટીમે શુક્રવારે રમાયેલા એક રોમાંચક મુકાબલામાં રાજસ્થાન રોયલ્સને 11 રને પરાજય આપ્યો હતો. જોશ હેઝલવુડે 19મી ઓવરમાં માત્ર 1 રન આપીને 2 મહત્વની વિકેટ ઝડપીને મેચનું પાસું પલટી નાખ્યું હતું. હેઝલવુડે પોતાની બોલિંગમાં 33 રન આપીને 4 વિકેટ પોતાના નામે કરી હતી.


મેચની વાત કરીએ તો, રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેંગ્લોરે પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટ ગુમાવીને 205 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં રાજસ્થાન રોયલ્સની ટીમ 9 વિકેટ ગુમાવીને માત્ર 194 રન જ બનાવી શકી હતી. રાજસ્થાન તરફથી યશસ્વી જાયસ્વાલે 49 અને ધ્રુવ જુરેલે 47 રનની લડાયક ઇનિંગ્સ રમી હતી, જ્યારે સંદીપ શર્માએ 2 વિકેટ ઝડપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application