જામનગર : હાપા યાર્ડમાં જણસની આવકમાં ઘટાડો: ફકત ૩૭૧૯ ગુણીની આવક

  • October 01, 2025 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સમગ્ર ગુજરાતમાં હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહીની અસર હાપા માર્કેટીંગ યાર્ડની આવક પર થવા પામી છે છેલ્લા ૨ દિવસમાં જામનગર શહેર અને સમગ્ર જીલ્લામાં છુટોછવાયો વરસાદ પડયો છે અને અન્ય જીલ્લાઓમાં પણ ઓછા વતા અંશે વરસાદનું આગમન થયુ છે. હાપા માર્કેટીંગ યાર્ડમાં સમગ્ર સૌરાષ્ટ્રના જીલ્લા મથકો અને તાલુકા મથકોએથી અલગ અલગ જણસોની આવક થાય છે. વરસાદના કારણે આવકમાં ઘટાડો જોવા મળી રહયો છે મંગળવારના રોજ ફકત ૩૭૧૯ ગુણી આવક થવા પામી છે. જેમાં જી‚નો ભાવ ટોપ પર રહેવા પામ્યો છે. ૨૫૦૦ થી ૩૫૧૫ ભાવ બોલાયો હતો.
​​​​​​​

હાપા માર્કેટીંગ યાર્ડમાં જુદી જુદી જણસોના ભાવ તરફ દ્રષ્ટીપાત કરીએ તો જુવાર ૫૦૦ થી ૭૬૦, બાજરી ૩૮૦ થી ૫૧૦, ઘઉં ૪૮૭ થી ૫૩૦, મગ ૧૨૦૦ થી ૧૪૦૦, અળદ ૯૦૦ થી ૧૦૩૫, ચોળી ૭૦૦ થી ૧૪૦૦, ચણા ૯૦૦ થી ૧૦૫૦, ચણા સફેદ ૧૧૦૦ થી ૧૫૬૦,મગફળી જીણી ૧૦૦૦ થી ૧૧૯૦, મગફળી જાડી ૮૦૦ થી ૧૦૧૦,એરન્ડા ૧૧૦૦ થી ૧૨૨૫, તલી ૧૫૦૦ થી ૧૮૦૦, લસણ ૩૦૦ થી ૮૪૫, કપાસ ૮૫૦ થી ૧૪૫૦, અજમો ૯૭૦ થી ૨૩૮૫, અજમાની ભૂસી ૮૦ થી ૧૧૯૦, ધાણા ૧૩૦૦ થી ૧૪૨૦, ડુંગળી સુકી ૭૦ થી ૧૯૫, સુધીના ભાવ બોલાયા હતા મંગળવારે કુલ જણસ ૮૧૮૫ મણ ગુણી ૩૭૧૯ જે ૨૨૫ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી. જેમાં ભાવમાં પ્રથમ ક્રમાંકે જી‚ બીજા ક્રમાંકે અજમો અને ત્રીજા ક્રમાંકે ચણા સફેદ રહયા હતા.તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષભાઇ એ. પટેલની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application