જામનગર : સૌરાષ્ટ્ર પરથી વાવાઝોડાનો ખતરો ટળ્યો: બે દિવસ વરસાદની શકયતા

  • October 07, 2025 01:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત ઉપરનું લો-પ્રેશર પ્રચંડ વાવાઝોડુ આવશે તેવું ખતરો ઉભો થયો હતો, ગઇકાલ બપોર બાદ આ વાવાઝોડુ ડીપ્રેશનમાં ફેરવાઇને નબળુ પડી ગયું છે ત્યારે આજે આ વાવાઝોડુ દરીયામાં સમાઇ જશે, પરંતુ વાવાઝોડાની અસરને કારણે બે દિવસ સુધી વરસાદની પણ શકયતા છે. સૌરાષ્ટ્રથી ૯૪૦ કિ.મી. રહેલું શકિત વાવાઝોડુ હવે ગુજરાતમાં આવશે નહીં તેવું જાહેર થતાં બંદરો પરના ૩ નંબરના સિગ્નલો પણ હટાવી દેવામાં આવ્યા છે, પરંતુ હજુ બે દિવસ માછીમારોને દરીયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. વાવાઝોડાના પગલે દ્વારકાના દરીયામાં કરંટ જોવા મળ્યો હતો.


કલેકટર કચેરીના ક્ધટ્રોલ રૂમના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન ૩૨ ડીગ્રી, લઘુતમ તાપમાન ૨૪.૫ ડીગ્રી, હવામાં ભેજ ૯૦ ટકા, પવનની ગતિ ૨૦ થી ૨૫ કિ.મી. પ્રતિકલાક જોવા મળી હતી. ગુજરાતના અન્ય શહેરો કરતા જામનગર દરિયાકાંઠે હોય ભેજનું પ્રમાણ પણ વધે છે, એટલું જ નહીં ઠંડો પવન પણ અન્ય શહેરો કરતા વધારે જોવા મળે છે. કેટલાક ગામડાઓમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસી ચૂકયો છે તો કેટલાક ગામડાઓમાં જોઇએ તેટલો વરસાદ થયો નથી. જો કે મોટાભાગના ચેકડેમો ભરાઇ ગયા છે, જેને કારણે પીવાના પાણીની કે ખેતીમાં અપાતા પાણીને કોઇ મુશ્કેલી નહીં પડે. 


સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં શકિત વાવાઝોડાના કારણે વરસાદની પણ શકયતા છે, હજુ તા.૯ સુધી વરસાદ રહેશે અને ત્યારબાદ ધીમે-ધીમે ચોમાસાની વિદાય શરૂ થઇ જશે, જામનગર જિલ્લામાં છેલ્લા એક મહીનામાં પાછોતરો વરસાદ પણ સારો પડયો છે, જેને કારણે જે લોકોએ પાછળથી વાવેતર કર્યુ છે તે ખેડુતોને સારો એવો ફાયદો થશે, જો કે આ વખતે જિલ્લામાં કપાસ કરતા મગફળીનું વાવેતર વધુ થયું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application