ગારીયાધાર નગરપાલિકા દ્વારા કરોડોનો ભ્રષ્ટાચાર

  • May 20, 2025 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગારીયાધાર નગર ઘણાં વર્ષોથી નગરપાલિકા ધરાવે છે પણ તેના રોડ રસ્તાઓ, નગર આયોજન વગેરે બાબતે જ્યારે તમે શહેરમાંથી પસાર થાવ તો તમને લાગે કે આ બધું ’બાબા આદમ’ વખતનું ચાલી રહ્યું છે. ચારે બાજુ બિનઅધિકૃત દબાણો છે રસ્તાઓ ાવીહભવવફબમફશહુલળફશહ.ભજ્ઞળ ાવીહભવવફબમફશહુલળફશહ.ભજ્ઞળ ના કામો, ગટર, પાણી વગેરેના માનીતા અને જાણીતા કટકી બાજ કોન્ટ્રાક્ટરોને આપીને ભ્રષ્ટાચાર આચારાઈ રહ્યો છે. 
નગરપાલિકાના સદસ્યા ઈન્દ્રાબા ભુપતભાઈ પરમારે ચીફ ઓફિસર તથા લાગતા વળગતા અધિકારીઓને ફરિયાદ કરીને જણાવ્યું છે કે નગરપાલિકા દ્વારા જે રીતે ’નલ સે જલ’ યોજનાનું કામ ચાલી રહ્યું છે,તેનો સંપ બનાવાઈ રહ્યો છે. આ સંપના કામમાં હલકી ગુણવત્તાની સિમેન્ટ વાપરવામાં આવી રહી છે. અને તેનું સેન્ટીંગ નું કામ પણ એકદમ નબળી કક્ષાનું થઈ રહ્યું છે.પણ તેના બીલો જલ્દી ચૂકવાઇ રહ્યા છે. જે બિલો હજુ તેના ટેસ્ટિંગ વગર ચૂકવવા ન જોઈએ અને કામને અટકાવીને ગુણવત્તાની ચકાસણી કરવી જોઈએ. મિલી ભગતથી ચાલતા કામ માટે નગરપાલિકાના અનેક સદસ્યોએ નગરપાલિકા કમિશનરથી લઈને અધિકારીઓને આ અંગેની ફરિયાદ કરી છે. કોઈ પણ બિલ ગુણવત્તાની ચકાસણી વગર નહીં ચૂકવવા અને જો ચૂકવ્યા હોય તો પરત લેવા ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. આ કોન્ટ્રાક્ટરનુ જો કામ પૂરતું ગુણવત્તાયુક્ત ન હોય તો બ્લેક લિસ્ટ કરવા જોઈએ. કોની મહેરબાની અને રહેમ દ્રષ્ટિથી આ બધું ચાલી રહ્યું છે તે પણ નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે.ગારિયાધારમા કરોડો રુપિયાનું અનુદાન આવ્યું પણ એક પણ જગ્યાએ વિકાસ નથી. ત્વરિત રીતે આ પ્રશ્નને હાથ ધરીને નગરપાલિકા કમિશનર અને કલેક્ટર વિશેષ ટીમ બનાવીને ભ્રષ્ટાચારને અટકાવે તેવી લોક માંગ ઉભી થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application