જામનગરના શાક માર્કેટ વિસ્તારમાં રીક્ષા પાર્કિંગના મામલે ઉગ્ર બોલચાલી થઇ હતી, દરમ્યાન એકબીજાના સમર્થકો આવી જતા મામલો બિચકયો હતો, અને યુવાન પર હુમલો કરવામાં આવતા ઇજા સબબ સારવારમાં ખસેડાયો છે, બનાવના પગલે આ વિસ્તારમાં ટોળુ એકત્ર થઇ ગયુ હતું અને પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી.
શાક માર્કેટ ભોઇવાડા નજીક આજે સવારે રીક્ષા પાર્કિંગના મામલે બબાલ થઇ હતી અને જોત જોતામાં લોકો એકત્ર થઇ ગયા હતા દરમ્યાન મામલો મારામારી સુધી પહોચ્યો હતો ક્ષત્રીય યુવાન પર તીક્ષણ હથીયારથી હુમલો કરાયો હતો અને સારવાર અર્થે જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવતા લોકો ત્યાં પહોચ્યા હતા.
બીજી બાજુ સીટી-એ ડીવીઝનની ટુકડી દ્વારા આ મામલે તપાસ ચલાવવામાં આવી રહી છેે, માથાકુટની વિગતો સામે આવતા સમાજના આગેવાનો એકત્ર થયા હતા અને તાકીદની એક મિટીંગ બોલાવી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યુ છે, ઉપરાંત પોલીસ દ્વારા ફરીયાદ લેવાની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application