દ્વારકામાં ભગવાન હવે ક્યાંથી હોય? ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ... સ્વામિનારાયણના પુસ્તકમાં વિવાદિત લખાણ, માલધારી સમાજે આપી ચિમકી

  • March 22, 2025 05:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડતાલ સ્વામિનારાયણ મંદિરનું વધુ એક પુસ્તક વિવાદમાં આવ્યું છે. શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરૂ ગોપાલાનંદ સ્વામીની વાતો નામના પુસ્તકના લખાણથી વિવાદ સર્જાયો છે. જેને લઈને માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં આજે માલધારી સમાજના લોકોએ રોષ ઠાલવ્યો હતો.


પુસ્તકમાં આવું છે વિવાદિત લખાણ
વડતાલ સ્વામિનારાયણ મંદિરના શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરૂ ગોપાલાનંદ સ્વામીની વાતો નામના પુસ્તકમાં વાર્તા 33માં ભગવાન કૃષ્ણ વિશે લખતા વિવાદ સર્જાયો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, ‘દ્વારકામાં ભગવાન હવે ક્યાંથી હોઈ? ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ’​​​​​​​

તો અમે રસ્તા પર ઉતરીશું
રાજકોટના માલધારી સમાજના આગેવાનોએ કહ્યું કે, વડતાલ સ્વામિનારાયણ મંદિરના પુસ્તકોમાં દેવી-દેવતાઓનું અપમાન કરવામાં આવ્યું છે. પુસ્તકો પરત ખેંચવામાં આવે અને દ્વારકા જઇ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો માફી માંગે. આગામી દિવસોમાં આ મુદ્દે અઢારેય વરણના લોકોને એકત્ર કરી સંમેલન કરવામાં આવશે. લખાણ દૂર નહીં કરવામાં આવે તો આગામી સમયમાં માલધારી સમાજ રસ્તા પર ઉતરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application