વોટચોરી મુદે જામનગરમાં કોગ્રેંસની સહી ઝુંબેશ શુક્રવારથી શરૂ થઇ છે. જે અંતર્ગત વોર્ડ નંબર ૪ માં મતદાર યાદીમાં લોકોનું નામ છે કે કેમ તેની ચકાસણી કરી લોકોની સહી અને અભિપ્રાય લેવામાં આવ્યા હતાં. આગામી ૧૦ ઓકટોબર સુધી ચાલનારી આ ઝુંબેશમાં શહેરના તમામ વોર્ડને આવરી લેવામાં આવશે.
દેશભરમાં કોંગ્રેસ દ્રારા વોટચોરી મુદે લડત ચલાવામાં આવી રહી છે. ત્યારે આ મુદે શહેર કોંગ્રેસ પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજા(દિગુભા)એ જણાવ્યું હતું કે, કોંગીના દિગ્ગજનેતા રાહુલગાંધીએ શરૂ કરેલી વોટચોરીની ઝુંબેશ દેશભરમાં ગુંજી છે,વોટચોરીનુ સત્ય બહાર આવતા ભાજપના પગ તળેથી જમીન સરકી ગયાનું જણાવ્યું હતું.
ત્યારે આ મુદે વોટચોરી મુદે ચાલતી લડત ઉગ્ર બનાવી વોટચોરી અંગે જામનગરમાં ૩ થી ૧૦ ઓકટોબર સુધી તમામ વોર્ડમાં સહી ઝુંબેશ ચલાવામાં આવશે. જે અંતર્ગત શુક્રવારથી દરેક વોર્ડમાં મુખ્ય વિસ્તારમાં કોંગી આગેવાનો અને કાર્યકરો બેસી આ અભિયાન ચલાવશે. જે અનુસાર શુક્રવારે વોર્ડ નં.૪ માં વોટચોરી મુદે આ ઝુુંબેશ કોંગ્રેસ દ્રારા શરૂ કરવામાં આવી છે.
જે અંતર્ગત વોર્ડ નં.૪ માં કોંગી આગેવાનો અને કાર્યકરોએ ટેબલ નાખી લોકોની સહી અને અભિપ્રાય લીધા હતાં. સાથે સાથે મતદાર યાદીમાં લોકોના નામ છે કે કેમ તેની ચકાસણી કરી હતી. આગામી દીવસોમાં અન્ય વોર્ડમાં ઝુંબેશ ચલાવાશે. આ ઝુંબેશમાં શહેેર કોંગી પ્રમુખ દીગુભા જાડેજા, કોંગી આગેવાન રચનાબેન નંદાણીયા, આનંદ ગોહીલ, સાજીદભાઇ સહીતના આગેવાનો ઉપસ્થિત રહયા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application