સુરજકરાડીના યુવાનને અપમાનિત કરી, માર મારતા શખ્સ સામે ફરિયાદ

  • May 31, 2025 10:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ખાતે રહેતા ભાવેશભાઈ મેરામણભાઈ હાથીયા નામના 24 વર્ષના અનુસૂચિત જાતિના યુવાનને કોઈ બાબતે બોલાચાલી કરી, આ જ વિસ્તારમાં રહેતા કપિલ ભઠ્ઠડ નામના યુવાને "તું મારી સામે શું જુએ છે?" તેમ કહી, તેમની જ્ઞાતિ પૂછ્યા બાદ ફરિયાદી ભાવેશભાઈને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી, બીભત્સ ગાળો કાઢી, માર માર્યાની ફરિયાદ મીઠાપુર પોલીસમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે એટ્રોસિટી સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ડીવાયએસપી વી.પી. માનસેતા દ્વારા હાથ ધરવામાં આવી છે.


ખંભાળિયામાં બે સ્થળોએ જુગાર દરોડામાં ચાર ઝડપાયા

ખંભાળિયામાં ટેલીફોન એક્સચેન્જ પાસે રહેતા ધીરજલાલ નાનજીભાઈ પાઉને પોલીસે વરલી-મટકાના આંકડા વડે જુગાર રમતા ઝડપી લીધો હતો. અન્ય એક કાર્યવાહીમાં સલાયા મરીન પોલીસે અજીમ લતીફ ગજણ, અનીશ લતીફ ગજણ અને અલ્તાફ અનવર ભોકલને તીનપતિનો જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application