રાજકોટ શહેરમાં કાલાવડ રોડ ઉપરના ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલા અિકાંડની ઈફેકટ મહાપાલિકાના બજેટમાં પણ જોવા મળી છે અને તંત્રવાહકો તેમજ શાસકોની ભુલ તેમજ બેદરકારીના કારણે સર્જાયેલા અિકાંડના કારણે કમિશનરે રજુ કરેલા બજેટમાં નવો ફાયર ટેકસ પણ ઝીંકવામાં આવ્યો છે. ડ્રાફટ બજેટમાં મ્યુનિ. કમિશનરે રજુ કરેલા ફાયર ટેકસમાં પ્રતિ મિલકત દીઠ રહેણાંકમાં પ્રતિ ચોરસ મીટરના રૂા.૧૫ અને બિનરહેણાંકમાં પ્રતિ ચોરસ મીટરના રૂા.૨૫ મુજબ ફાયર ટેકસ લાગુ કરવામાં આવ્યો છે.
રાજકોટ શહેરમાં અિકાંડ સર્જાયા બાદ મહાપાલિકા તત્રં અને તેમાં પણ ખાસ કરીને ેફાયર બ્રિગેડનું તત્રં ઉંઘતું ઝડપાયું હતું. અિકાંડમાં માસુમ બાળકો સહિત કુલ ૨૭ લોકો આગમાં ભડથુ થઈ ગયા હતા. રાજકોટવાસીઓ કદાચ દાયકાઓ સુધી ન ભુલી શકે તેવી આ દુર્ઘટના બાદ ફાયર ટેકસ ઝીંકીને કમિશનરે રૂા.૫૫ કરોડની વાર્ષિક આવક થવાનો અંદાજ વ્યકત કર્યેા છે. સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ બજેટ રજુ કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતી વેળાએ મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, ફાયર બ્રિગેડની સેવાઓનો રેવન્યુ ખર્ચ રૂા.૩૧.૮૯ કરોડ મળીને કુલ ખર્ચ ૧૫૨.૦૩ કરોડ થવાનો અંદાજ છે. સામાન્ય રીતે પગાર ખર્ચ, વાહન ખરીદી, નવા ફાયર સ્ટેશનનું નિર્માણ તેમજ સ્ટેટ ઓફ આર્ટ ટેકનોલોજી અડોપ્શનનો ખર્ચ સામેલ છે. આથી રાજકોટ શહેરમાં રહેણાંક મિલકતો માટે પ્રતિ ચોરસ મીટર દીઠ રૂા.૧૫ અને બિનરહેણાંક પ્રતિ ચોરસ મીટર દીઠ રૂા.૨૫ વસુલવા સુચવ્યું છે. આ મુજબ કુલ ૫૫ કરોડની આવક થવાનો અંદાજ છે.
અગ્નિકાંડ બાદ સાત નવા ફાયર સ્ટેશન બનાવવા માટે ફાયર વેરો ઝીંકવામાં આવ્યો
રાજકોટ શહેરમાં અિકાંડની ઘટના બન્યા બાદ ફાયર બ્રિગેડ તંત્રમાં આમુલ પરિવર્તન લાવવા કાર્યવાહી શરૂ થઈ છે જેના ભાગરૂપે રાજકોટમાં સાત નવા ફાયર સ્ટેશન બનાવવા માટે બજેટમાં સુચવ્યું છે.
જેમાં વોર્ડ નં.૧૫માં ફાયર સ્ટેશન, વોર્ડ નં.૧માં સ્માર્ટ સીટી લાઈટ હાઉસની સામે વોંકળાવાળા ખુણામાં રૂા.૪.૨૦ કરોડના ખર્ચે ફાયર સ્ટેશન, વોર્ડ નં.૧૨માં તપન હાઈટસ પાસે ૨.૩૦ કરોડના ખર્ચે ફાયર સ્ટેશન, વોર્ડ નં.૧૮ કોઠારીયામાં ફાયર સ્ટેશન, વોર્ડ નં.૧૪માં ૮૦ ફત્પટ રોડ ઉપર પીએન્ડટીવી શેઠ હાઈસ્કુલ સામે પારડી રોડ પર આવેલ ફાઈનલ પ્લોટ નં.૨૩૧માં ૩ કરોડના ખર્ચે નવું ફાયર સ્ટેશન, વોર્ડ નં.૧૭માં વિરાટનગર પારડી રોડ ઉપર રૂા.૩.૫૫ કરોડના ખર્ચે નવું ફાયર સ્ટેશન, વોર્ડ નં.૨માં એસઆઈ ૬માં ફાયર સ્ટેશન તેમજ સ્ટાફ કવાર્ટર માટે ૨.૧૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ મુજબ રાજકોટમાં આગામી વર્ષમાં સાત નવા ફાયર સ્ટેશન સાકાર થશે
મિલકત વેરો વધારીને લોકોને ખંખેરવાનો ખેલ ચુંટણી વર્ષમાં શાસકો સ્વીકારશે ?
રાજકોટ મહાપાલિકાના બજેટમાં વેરો વધારવામાં પાછુ વળીને જોવામાં આવ્યું ન હોય તેમજ લોકોની બીલકુલ ચિંતા કરવામાં આવી ન હોય તેવું સ્પષ્ટ્ર જણાઈ આવે છે.
મિલકત વેરો હાલ રહેણાંકમાં પ્રતિ ચો.મી. દીઠ રૂા.૧૧ લેખે વસુલાય છે તેમાં સીધો જ રૂા.૪નો વધારો કરી રૂા.૧૫ કરવા તેમજ બિનરહેણાંકમાં રૂા.૨૫ વસુલાય છે તેના ૩૦ કરવા દરખાસ્ત કરી છે. આ પ્રકારે ૬૦૦ કરોડ વસુલીને મહાપાલિકાની તળીયા ઝાટક થયેલી તિજોરીને ભરવાનો ટાર્ગેટ રજુ કરાયો છે. એક તરફ આગામી વર્ષ એ મહાપાલિકાનું ચુૂંટણી વર્ષ છે ત્યારે શાસકો આ વેરા વધારો સ્વીકારશે, ઘટાડશે કે ફગાવશે ? તેના પર લાખો રાજકોટવાસીઓની મીટ મંડાય છે. ઉપરોકત મુજબ વેરા વધારો કરવાથી મહાપાલિકાની મિલકત વેરાની આવકમાં રૂા.૪૦ કરોડનો વધારો થશે તેવો અંદાજ બજેટમાં કમિશનરે દર્શાવ્યો છે. આવતા વર્ષે મનપાની ચૂંટણી છે ત્યારે આ ભયંકર વેરા વધારા શાસક પક્ષ માટે મુશ્કેલી ઉભી કરે તેવા સાબિત થશે
ટીપર વાનની સેવાનો ચાર ગણો ચાર્જ ચુકવવા રાજકોટ તૈયાર રહે
રાજકોટ મહાપાલિકાના બજેટમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનના ચાર્જમાં ચાર ગણો વેરા વધારો ઝીંકવામાં આવ્યો છે. હાલમાં રહેણાંક મિલકતોમાં પ્રતિ વર્ષ રૂા.૩૬૫નો વેરો વસુલવામાં આવે છે. તે વધારીને રૂા.૧૪૬૦ વસુલવા અને બિનરહેણાંકમાં હાલ ૧૪૩૦ વસુલવામાં આવે છે તેના બદલે હવેથી ૨૯૨૦ સુચવવા દરખાસ્ત કરવામાં આવી છે.
તાજેતરમાં જ ટીપર વાનનો ૧૦ વર્ષનો કોન્ટ્રાકટ મંજુર કરતા વિવાદ સર્જાયો હતો ત્યારે શાસકોએ એવી જાહેરાત કરી હતી કે, દિવસમાં ત્રણ વખત ટીપર વાન આવશે અને કચરો લઈ જશે.
તદઉપરાંત દિવસમાં ત્રણ વખત સફાઈ થશે અને સમગ્ર શહેરની સફાઈ વ્યવસ્થા રોયલ બનશે. જો કે, વ્યવસ્થા રોયલ બને કે ન બને પરંતુ હાલ ઘરે ઘરેથી કચરો એકત્રીત કરવા આવતા ટીપર વાનનો ટેકસ હવેથી ચાર ગણો ભરવો પડશે તે હકિકત છે.
રાજકોટમાં અપાયેલા વચનો પ્રમાણે ટીપરવાનની સર્વિસ શાહી તો બની હોય એવું લાગતું નથી પણ મોંઘી જરૂરી બની જશે તેવું બજેટ પરથી પ્રતિત થાય છે
વહીવટી સુધારણાઓ ઉપર વિશેષ ધ્યાન
રાજકોટ મહાપાલિકાના બજેટમાં આ વખતે લોકોને નવી સુવિધાઓ આપવાના બદલે આ વખતે વહીવટી સુધારણા ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરાયું હોય તેવું જણાઈ છે. મહાપાલિકાના ફીલ્ડ વર્કર કર્મચારીઓની સુરક્ષા માટે બોડી વોર્ન કેમેરાની સુવિધા આપવા કમિશનરે સુચવ્યું છે એટલું જ નહીં પરંતુ તેની ખરીદી કરવા દરખાસ્ત કરી છે. વહીવટી તંત્રનું સુદ્રઢીકરણ કરવા માટે ભરતી કેલેન્ડર તૈયાર કરાશે જેમાં આગામી વર્ષમાં વર્ગ–૧ની ૧૦, વર્ગ ૨ની ૧૨, વર્ગ ૩ની ૨૮૬ અને વર્ગ ૪ની ૨૭ સહિત કુલ ૩૩૫ જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે. કયા કર્મચારી કયારે રીટાયર્ડ થાય છે અને કયારે નવી ભરતી કરવી પડે તેમ છે તેના કેલેન્ડરનો દરરોજ રીવ્યુ કરાશે.
આર્યજનક બાબત એ છે કે, બજેટ અમલીકરણ યુનીટ રચવું પડયું છે બજેટનો અમલ કરવાનો જ હોય પરંતુ આ વખતે બજેટ અમલીકરણની રચના કરી છે જેની મીટીંગ દર સાહે મળશે અને બજેટની સમીક્ષા કરશે.
ટીપી બ્રાંચએ સુચવેલા નવા કામો એટલે નવી બોટલમાં જુનો દારૂ
રાજકોટ મહાપાલિકાના બજેટમાં ટાઉન પ્લાનીંગ બ્રાંચ દ્રારા આગામી વર્ષમાં જે નવા કામો સુચવવામાં આવ્યા છે તે કામો એેટલે નવી બોટલમાં જુનો દારૂ લોકોકિતને સાર્થક કરતા હોય તેવા કામો છે.
મહાપાલિકાના બજેટમાં છેલ્લા બે–ત્રણ વર્ષથી કાલાવડ રોડ વિસ્તૃતિકરણનો પ્રોજેકટ દર્શાવવામાં આવે છે પરંતુ તે આજ સુધી સાર્થક થયો નથી છતાં આગામી વર્ષમાં તે પ્રોજેકટ દર્શાવાયો છે. ઉપરાંત રેલવે જંકશન સ્ટેશન રોડ પહોળો કરવાનું પણ છેલ્લ ા ત્રણેક વર્ષથી દર્શાવાય છે તે ફરી આ વર્ષે પણ બજેટમાં લેવાયું છે.
ત્રિકોણ બાગથી માલવીયા ચોક સુધીના રોડનું વિસ્તૃતિકરણ બજેટમાં દર્શવ્યું છે તે પણ જુનું છે.
એકંદરે અિકાંડ બાદ બદનામ થયેલી ટાઉન પ્લાનીંગ બ્રાંચે કોઈ નવી દરખાસ્તો રજુ કરી નથી અને જાણે ગત વર્ષના બજેટમાંથી કટ, કોપી, પેસ્ટ કરીને ચાલુ વર્ષના બજેટમાં મુકી દીધા હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.
લગ્ન નોંધણી, ઝૂની ટીકીટ ઓનલાઈન એરપોર્ટ સુધી સિટી બસ
રાજકોટ મહાપાલિકાના બજેટમાં ત્રણ નવી અને સારી વાત કમિશનરે રજુ કરી છે જેમાં હવેથી લ નોંધણી ઓનલાઈન થઈ શકશે. પ્રધુમન પાર્કની ટીકીટ ઓનલાઈન મળી શકશે તેમજ હીરાસર એરપોર્ટ સુધી જવા માટે સીટી બસ મળશે.
હાલ સુધી લગ્ન નોંધણી માટે રૂબરૂ કોર્પેારેશને આવવું પડે છે તેમજ અનેક કિસ્સામાં પતિ–પત્ની બન્નેનેે હાજર રહેવાનું કહેવાય છે પરંતુ આગામી વર્ષથી લગ્ન નોંધણીની પ્રક્રિયા ઓનલાઈન થઈ જશે. પ્રધુમન પાર્ક ઝુ નિર્માણ થયાને ૧૫ વર્ષ વિતી ગયા છે પરંતુ આજ દિન સુધી ઓનલાઈન ટીકીટ મળતી નથી જેના કારણે તહેવારોના દિવસોમાં ઝુ ખાતે ફરવા ગયેલા લોકોને ભારે હાલાકી થાય છે. પરંતુ આગામી વર્ષથી હવેથી ઝુની ટીકીટ પણ ઓનલાઈન મળશે.
હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ જવા માટે એસટી બસની સુવિધા છે પરંતુ સીટી બસની સુવિધા ઉપલબ્ધ નથી આગામી વર્ષથી હીરાસર જવા માટે સીટી બસ મળશે.
સીટી બસની એપ ઉપર તેનું ઓનલાઈન બુકીંગ પણ થઈ શકશે તદઉપરાંત એરપોર્ટ જતા મુસાફરને તેના ઘરથી નજીકનું સીટી બસ સ્ટોપ કયુ છે તેનો મેસેજ પણ મોબાઈલ ફોન પર મળી જશે. જો શકય બનશે તો એરપોર્ટ જતા મુસાફરને તેનો સામાન ઉપાડવા માટે પણ એક વ્યકિતને ફરજ સોંપવામાં આવશે. દરેક સીટી બસમાં સામાન ઉપાડનાર કુલીની વ્યવસ્થા તત્રં કરશે.
માધાપર, મનહરપર, ઘંટેશ્ર્વર સહિત નોર્થ ઝોનને ઠેંગો
રાજકોટ મહાપાલિકાના આજે રજુ થયેલા બજેટમાં માધાપર સહિતના નવા ભળેલા ઉત્તર રાજકોટના વિસ્તારોને ઠેંગો આપવામાં આવ્યો છે. રાજકોટ શહેરના અન્ય વિસ્તારોને જે રીતે નવા પ્રોજેકટ આપવામાં આવ્યા છે તેવો કોઈ જ નવો પ્રોજેકટ માધાપર, મનહરપર કે ઘંટેશ્ર્વરને આપવામાં આવ્યો નથી.
રાજકોટ શહેરમાં સુવિધાના જે પ્રોજેકટ સુચવ્યા છે તેમાં મોટાભાગના પ્રોજેકટ પિમ રાજકોટ વિસ્તારના છે. અમુક પ્રોજેકટ પુર્વ રાજકોટને આપવામાં આવ્યા છે. જયારે સાઉથ રાજકોટ હેઠળના કોઠારીયા રોડ વિસ્તાર ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટ્ર જણાઈ આવે છે.
રાજકોટ શહેરમાં માધાપર, મનહરપર અને ઘંટેશ્ર્વર સહિતના વિસ્તારો ભળ્યા તેને પાંચ વર્ષ જેટલો સમય વિતી ગયો છે તેમ છતાં ત્યાં આગળ નળ, ગટર, લાઈટ, સફાઈ, પાણી જેવી સુવિધા પણ સો ટકા વિસ્તારોમાં પહોંચી નથી.
બજેટમાં આ વિસ્તારો માટે જોગવાઈ કરાઈ છે પરંતુ ફકત નળ, ડ્રેનેજ અને રસ્તાને લગતા કામોની છે. નવી લાઈબ્રેરી, આરોગ્ય કેન્દ્રો, સ્વીમીંગ પુલ, શાળા જેવી કોઈ મોટી સુવિધા નોર્થ ઝોનમાં આપવામાં આવી નથી. જોકે, શસકોના ધ્યાનમાં આ બાબત હોય જ એટલે તેઓ નોર્થ ઝોનને અન્યાય નહીં થવા દે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતના મુખ્ય સચિવ પદ પર પંકજ જોશીએ ચાર્જ સંભાળ્યો, કહ્યું- રાજ્યનો ઝડપી વિકાસ પ્રાથમિકતા રહેશે
January 31, 2025 06:02 PMજામનગર ટ્રાફિક શાખા દ્વારા પરવાહ રાષ્ટ્રીય માર્ગ સલામતી અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
January 31, 2025 04:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech