ગુજરાતના મુખ્ય સચિવ પદ પર પંકજ જોશીએ ચાર્જ સંભાળ્યો, કહ્યું- રાજ્યનો ઝડપી વિકાસ પ્રાથમિકતા રહેશે

  • January 31, 2025 06:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર આજે સાંજે વયનિવૃત્ત થઈ રહ્યા છે. તેમના અનુગામી તરીકે મુખ્યમંત્રી કાર્યાલયના અધિક મુખ્ય સચિવ પંકજ જોશીએ ચાર્જ સંભાળ્યો છે. આ પૂર્વે ગત કેબિનેટની બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમારને મંત્રીમંડળ દ્રારા ખાસ વિદાયમાં આપવામાં આવ્યું હતું. ઉપરાંત સરકારના સચિવો તરફથી નિવૃત્ત થઈ રહેલા મુખ્ય સચિવ રાજ કુમારને વિદાયમાન આપવા માટે એક વિશેષ સમારોહનું આયોજન પણ કરવામા આવ્યું છે.


ચાર્જ સંભાળતાની સાથે જ પંકજ જોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય દરેક ક્ષેત્રમાં અગ્રેસર છે. ગુજરાત રાજ્ય ગ્રોથ એન્જિન તરીકે ઓળખાય છે. આવનાર સમયમાં ઝડપથી વિકાસ થાય તે મારી પ્રાથમિકતા રહેશે. કાયદો વ્યવસ્થા, લોજેસ્ટિક ઇન્ડેક્સ, પ્રવાસન, એફડીઆઇ ઇન્વેસ્ટમેન્ટ બધામાં ગુજરાત આગળ છે. આત્મનિર્ભર ગુજરાત થકી વિકસિત ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા પ્રયાસ કરીશું. રાજ્ય સરકાર દ્વારા વિકસિત ગુજરાત 2047 બે થીમ પર આધારિત છે. જેના રોડ મેપ મુજબ આગળ વધીશું. આવનાર સમયમાં રાજ્યનો ઝડપથી વિકાસ થશે.


૧૯૮૯ બેચના આઈએએસ પંકજ જોષી મુખ્યમંત્રી કાર્યાલય ઉપરાંત બંદરો અને વાહન વ્યવહાર વિભાગના સચિવનો હવાલો પણ ધરાવે છે. હવે તેઓ મુખ્ય સચિવ બનતા તેમની પાસે રહેલો પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગ અન્ય અધિકારીને કામચલાઉ હવાલા તરીકે સોંપવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ એક સચિવ કક્ષાના અધિકારીની જગ્યા ખાલી પડશે. આ જગ્યા પર વર્તમાન મુખ્ય ટેક્સ કમિશનર રાજીવ ટોપનોની નિયુક્તિ થઈ શકે તેવી ચર્ચા ચાલી રહી છે. જો કે આગામી ૨૦ ફેબ્રુઆરીએ રાય સરકાર પોતાનું વાર્ષિક અંદાજપત્ર રજૂ કરવાની હોવાથી તેટલા સમય માટે નિયુક્તિ કરાશે નહીં તેવું સચિવાલયના સુત્રો જણાવે છે.

સચિવાલયમાં ચાલતી ચર્ચા મુજબ રાજકુમાર ને દેશના વિજિલન્સ કમિશનર અથવા તો દેશના ચૂંટણી કમિશનર પદે મૂકવામાં આવે તેવી શકયતા જોવાઇ રહી છે કારણ કે તેઓ નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં છે અને તેમની કાર્યપદ્ધતિ ખૂબ પ્રભાવકારી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application