પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યુ તેને છ મહિના વીતી ગયા છે તેમ છતાં પ્લાસ્ટિકની કોથળીઓ સહિત અસ્વચ્છતા અંગે દંડ ફટકારવાની કામગીરી થઇ રહી છે તેમાં પહોંચમાં ‘પોરબંદર-છાયા નગરપાલિકા’ લખેલુ છે તેથી મનપાના નામે કોઇ ઉઘરાણા કરીને રોકડી નથી કરી રહ્યુ ને? તે અંગેની તપાસ મ્યુનિસિપલ કમિશ્નરે કરવી જરી બની છે.
પોરબંદર શહેરના અનેક વિસ્તારોમાં અનાજ-કરિયાણા, મેડિકલ સ્ટોર, ફરસાણ, ચા-પાનના નાના ધંધાર્થીઓને ત્યાં પહોંચબુક લઇને કેટલાક લોકો પહોંચી જાય છે અને ગરબીનો ફાળો ઉઘરાવવા આવ્યા હોય તેમ સીધી જ પહોચબુક કાઢીને ‘તમે પાતળા પ્લાસ્ટિકના ઝબલા રાખો છો એટલે તમને ૨૦૦ ા.નો દંડ ફટકારવામાં આવે છે તેમ કહીને ૨૦૦-૨૦૦ ા.ના ઉઘરાણા કરવામાં આવે છે તેથી આ મુદ્ે વેપારીઓએ આશંકા દર્શાવીને જણાવ્યુ છે કે પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યાને છ મહિના વીતી ગયા હોવા છતાં દંડના પૈસા વસુલવા આવેલ કર્મચારીઓ પોરબંદર છાયા નગરપાલિકાની પહોંચ શા માટે આપી રહ્યા છે? શું તેઓ ખરેખર મહાનગરપાલિકાના જ કર્મચારી છે કે પછી નકલી પહોચબુક છપાવીને વેપારીઓ પાસે ઉઘરાણા કરતા લેભાગુ તત્વો છે? તે અંગેની તટસ્થતા અને ઉંડાણથી તપાસ કરવી જરી બની છે. બીજી બાજુ વેપારીઓએ એમ પણ જણાવ્યુ છે કે જો ખરેખર તેઓ મનપાના કર્મચારીઓ હોય તો પણ તેઓ આ રીતે દંડ વસુલે છે તે અયોગ્ય છે કારણકે પ્લાસ્ટિકના ઝબલાના ઉત્પાદકો અને હોલસેલમાં તેનું વેચાણ કરતા ધંધાર્થીઓને ત્યાં તપાસ કરી કાર્યવાહી કરવાના બદલે નાના ધંધાર્થીઓને પાવતી પકડાવવામાં આવી રહી છે તે અયોગ્ય છે તેમ જણાવીને તપાસની માંગણી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરની જનતા માટે અગામી તા.૯ થી તા.૧૩ જુન સુધી સિવિલ ડીફેન્સ તાલીમનું નિઃશુલ્ક આયોજન
June 06, 2025 10:44 AMશહેરમાં બફારા વચ્ચે લોકો હેરાન-પરેશાન: તાપમાન ૩૬.૫ ડીગ્રી
June 06, 2025 10:42 AMટાટા હવે આઈફોન અને મેક્બુકની રખેવાળી કરશે
June 06, 2025 10:39 AMભારતના બ્રહ્મોસ સામે ડ્રેગનની વાયુ સંરક્ષણ પ્રણાલી સાવ ફૂસ્સ
June 06, 2025 10:37 AMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા આજે જામનગરમાં: વેપારીઓ-ઉદ્યોગપતિઓ સાથે ગોષ્ઠી
June 06, 2025 10:35 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech