આજથી ચાર દિવસ સુધી જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ફરીથી ઠંડીમાં આવશે ચમકારો તેવી હવામાન ખાતાની આગાહી: જનજીવન પર થશે અસર
બે દિવસ સુધી જામનગર સહિત સમગ્ર હાલારમાં બપોરના ગરમી અને સવાર-સાંજ ઠંડીનું વાતાવરણ જોવા મળ્યું હતું, પરંતુ ગઇકાલથી અચાનક ઠંડી શ થઇ છે અને ચાર દિવસ સુધી જામનગર સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો રહેશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. ઠંડી વધવાની આગાહીથી લોકો પણ ચિંતામાં મુકાઇ ગયા છે, કારણ કે આ વર્ષે સતત ચાર-ચાર અઠવાડીયા સુધી એકધારી ઠંડીનો માહોલ જોવા મળ્યો છે.
15 કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાઇ રહ્યો છે, ગામડાઓમાં પણ ઠેર-ઠેર તાપણા શ થયા છે. ઠંડીને કારણે જામનગરમાં કાવો, ચા, કોફી, ગાંઠીયા, ભજીયા સહિતની ચીજવસ્તુના વેંચાણમાં ભારે વધારો થયો છે. ખાસ કરીને શિયાળુ પાક માટે ખેતરમાં કામ કરતા મજુરોને પણ ઠંડીની અસર થઇ છે. કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન 14.5 ડીગ્રી, મહત્તમ તાપમાન 27.6 ડીગ્રી, હવામાં ભેજ 57 ટકા, પવનની ગતિ 15 થી 20 કિ.મી.પ્રતિકલાક રહી હતી.
ગામડાઓમાં ખેતીકામ કરતા મજુરો તેમજ પશુ-પક્ષીઓને પણ ઠંડીની ભારે અસર પડી છે. ભારે શીત લહરને કારણે શહેર અને જિલ્લામાં કડકડતી ઠંડીથી પશુ-પંખીને પણ અસર થઇ છે. ગઇકાલ સાંજથી કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ જેવા તાલુકા મથકોએ પણ ઠંડીનું જોર વધી રહ્યું છે, જો કે આ વખતે ઠંડી એક મહીનો મોડી શ થઇ છે પણ હકીકત છે. લોકોએ સ્વેટર, મફલર, ટોપી સહારો લીધો છે અને ખાસ કરીને ઠંડીની અસરને કારણે શરદી, ઉધરસ, તાવના પણ કેસો વઘ્યા છે.
ગઇકાલે પવનમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો, જો કે તાલુકા મથકોએ ગઇકાલે અને આજે સવારે થોડી ધુમ્મસ જોવા મળી હતી, તજજ્ઞોના કહેવા મુજબ ધુમ્મસ આવ્યા બાદ ફરીથી ઠંડીનો માહોલ શ થાય છે. ગામડાઓમાં ઠંડીને કારણે બજારો વ્હેલી બંધ થઇ જાય છે અને જામનગર શહેરમાં પણ ઠંડીની ભારે અસર જોવા મળી છે. વેર્સ્ટન ડીસ્ટબન્સના કારણે ફરીથી ઠંડીનો ચમકારો વધશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમોરારિ બાપુએ આતંકવાદી હુમલાના મૃતકો માટે પાંચ લાખની સહાય જાહેર કરી, જાણો શું કહ્યું?
April 23, 2025 01:47 PMજામનગર: રણજીતસાગર રોડ સહિતના વિસ્તારમાં રસ્તા પર ગેરકાયદે દબાણ દુર કરતી મહાનગરપાલિકા
April 23, 2025 01:25 PMજામનગર: મોમાઈ નગરના રહીશોએ આપ્યું આવેદન
April 23, 2025 01:22 PM૨૫ એપ્રિલ :“વિશ્વ મેલેરિયા દિવસ"
April 23, 2025 12:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech