પંકજસિહજી જાડેજા મેમોરિયલ ગ્રૂપ સંચાલિત સેવાકાર્ય
ગુજરાત સરકારના કર્મયોગી પૂર્વડે. કલેક્ટર સ્વ. પંકજસિંહજી જાડેજાની સ્મૃતિ માટે આર.એસ એસ અને અન્ય સેવાકાર્યકર્તા દ્વારા સંચાલિત “ પંકજસિંહજી જાડેજા વસ્ત્ર બેંક જામનગર અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદોને વસ્ત્રની અનન્ય સેવા પૂરી પાડે છે.
છેલ્લા સાત વર્ષથી ચાલતી આ અનોખી સેવા બેંક દ્વારા અત્યાર સુધીમાં ૧.૫. લાખ થી વધારે વસ્ત્રોનું દાન કરવામાં આવેલ છે. વસ્ત્ર બેંકના સંયોજક મનોજભાઈ જેઠવાએ જણાવ્યું કે આ વસ્ત્રબેંકની સેવા જામનગર પૂરતી સિમિત નથી. ત્રણ વર્ષ પહેલા કુદરતી આપદાના સમયમાં ડાંગ વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં વસ્ત્રો પહોંચાડવામાં આવેલ હતા. આ ઉપરાંત જામનગરની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ વસ્ત્ર બેંક દ્વારા જરૂરિયાતમંદો ને સેવા પૂરી પાડવામાં આવે છે.
તાજેતરમાં ઉપલેટાના માનવસેવા ટ્રસ્ટ દ્વારા બાળકો અને મહિલાઓ માટે વસ્ત્રો / રમકડાં ની જરૂરિયાતને ધ્યાને લઇ આ બેંક દ્વારા અંદાજે ૨૫૦ જોડી જેટલા કપડાંઓ અને સાથે બાળકો માટે રમકડા મોકલવામાં આવ્યા હતા. વસ્ત્રબેંકના પ્રમુખ વિનોદરાય પુરોહિતે જણાવ્યું કે આ વસ્ત્રબેંક ના માધ્યમથી અમે જે સેવા કરી રહ્યા છે તેનો ખરો શ્રેય જામનગરની દાનવીર જનતાને જાય છે.
જેઓ સતત ખૂબ સારી સંખ્યામાં સારા કપડા અમોને દાનમાં આપે છે. આ તકે એમણે અપીલ કરતા કહ્યું કે જે પરિવારો પાસે વણ-વપરાયેલા સારા કપડા હોય તો તેઓ અમોને દાનમાં આપે કે જેથી હજુ વધુ લોકો સુધી અમો પહોંચી શકીએ. આ વસ્ત્રબેંકની સાથે સેવા કાર્યકર્તાઓ દ્વારા ડો. હેડગેવાર તબીબી સાધન સહાય કેન્દ્ર પણ ચલાવવામાં આવે છે. જ્યાં કોઈ પણ જાતની ડિપોઝિટ વગર દર્દીઓને ચાવીવાળા પલંગ, ટોયલેટ ચેર, વ્હીલ ચેર જેવા તબીબી સાધનો વિનામૂલ્યે પુરા પાડવામાં આવે છે અને દર્દી સાજા થતા તે પરત કરે છે.
વધુ માહિતી માટે સંયોજક-ડો. હેડગેવાર તબીબી સાધન સહાય કેન્દ્ર અને પંકજસિંહજી જાડેજા મેમોરિયલ ગ્રૂપ સંચાલિત વસ્ત્ર બેંક જામ રણજીતસિંહજી નિરાધાર આશ્રમ, રૂમ નંબર ૧૭, શરૂ સેક્શન રોડ, જામનગરનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજીએસટી અપિલેટમાં અપીલના ફિઝિકલ ફાઈલિંગની જોગવાઈની આશા રાખતા વેપારીઓ તથા સલાહકારો
April 29, 2025 02:44 PMગીરગંગા ટ્રસ્ટના કાર્યની નોંધ લેતું કેન્દ્ર સરકારનું જળ બોર્ડ
April 29, 2025 02:34 PMપારૂલ યુનિ.ને ગુજરાત સરકાર દ્રારા સેન્ટર ઓફ એકસલન્સમાં દરજજો
April 29, 2025 02:20 PMઅમદાવાદના મિનિ બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન
April 29, 2025 02:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech