જામનગરમાં પ્રાથમિક શિક્ષકોની ખાલી જગ્યા માટે યોજાયો કેમ્પ

  • November 21, 2024 11:19 AM 

જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રાથમિક શિક્ષકોની ખાલી જગ્યા પર સરકારના નિયમો મુજબ નિયામકની સૂચના અનુસાર જિલ્લા ફેર બદલી કેમ્પનું આયોજન કરાયું હતું.


નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગરની વિવિધ શાળાઓમાં પ્રાથમિક વિભાગના ધોરણ ૧ થી ૫ માટે કુલ ૩૦ ખાલી જગ્યા પર યોજાયેલ કેમ્પમાં સરકારની સૂચના અનુસાર કુલ ૧૮ શિક્ષકો અન્ય જિલ્લા માંથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં આવવા ઓર્ડર કરવામાં આવેલ હતા. જ્યારે ૧૨ જગ્યાઓ આગામી સમયમાં ઓનલાઇન બદલી કેમ્પ માટે અગ્રીમતાના ઉમેદવારો માટે ભરવાની થશે.


આ બદલી કેમ્પ ચેરમેન પરસો્તમભાઇ કકનાણીના અધ્યક્ષસ્થાને પસંદગી સમિતિના સભ્યો જિલ્લા શિક્ષણાધિકારીના પ્રતિનિધિ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રતિનિધિની હાજરીમાં તેમજ ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ હતો.


આ કેમ્પનું સમગ્ર આયોજન અને સંકલન શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલની સાથે કચેરી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતું. આ કેમ્પ પૂર્ણ થતા સ્થળ પર ઉમેદવારોને બદલીના ઓર્ડર ચેરમેન-વાઈશ ચેરમેન, દિનેશભાઈ દેસાઇ તેમજ શિક્ષણ સમિતિના સભ્યો અને સંઘના હોદેદારોના હસ્તે આપવામાં આવેલ હતા. ટુંક સમયમાં બાકી રહેતી ૧૨ જગ્યાઓ માટે ઓનલાઈન કેમ્પની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કેમ્પની કાર્યવાહી પૂર્ણ થતાં તમામ સ્કૂલોમાં શિક્ષકોની ઘટ પૂર્ણ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application