મુળુભાઈ બેરાએ સંસ્થાના સંચાલક સાથે બળદ આશ્રમ અને જીવદયા વિશે ચર્ચા કરી
ભાણવડ ખાતે છેલ્લા પંદરેક વર્ષથી અબોલ જીવોની સેવા માટે કાર્યરત એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિ ખૂબ પ્રશંસનીય છે, ત્યારે આ સંસ્થા દ્વારા છેલ્લા બે વર્ષથી લાખણી પરિવારના સહયોગથી સેવા અર્થે ઉપયોગ માટે પ્રાપ્ત થયેલ જગ્યા પર શિવ બળદ આશ્રમ શરૂ કરાયો છે, જ્યાં હાલ વૃદ્ધ,નિરાધાર અને અશક્ત એવા 89 જેટલા બળદ આશરો લઈ રહેલા છે જેની ખૂબ સારી સરભરા કરવામાં આવી રહી છે.
ત્યારે હાલના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા કે જેઓ માનવતાવાદી અને જીવદયા પ્રેમી મંત્રી તરીકે ઓળખાય છે, તેઓએ ખાસ આ બળદ આશ્રમની મુલાકાત લીધી અને આ સંસ્થાના સંચાલક અશોકભાઈ ભટ્ટ સાથે બળદ આશ્રમ અને જીવદયા પ્રવૃત્તિ અંગે ચર્ચાઓ કરી હતી અને ભવિષ્યમાં પણ આ પ્રવૃત્તિ ચાલુ રહે અને વ્યક્તિગત તેમજ તંત્ર કક્ષાએથી જે જરૂરિયાત પડે તે માટે જણાવવા પણ કહ્યું હતું.
આ તકે એ પણ ઉલેખનિય છે કે, એનિમલ લવર્સની સેવા પ્રવૃત્તિમાં મંત્રીના પુત્ર હર્ષદભાઈ બેરા પણ આર્થિક મદદ કરી અને સેવાના સાક્ષી બને છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સિક્કા ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
April 21, 2025 05:06 PMરાજકોટ મનપામાં ભરતીનો મેસેજ વાયરલ, તંત્ર ધંધે લાગ્યું, છેતરપીંડીનો ભોગ ન બનવા અપીલ
April 21, 2025 05:05 PMરાજકોટમાં વહેલી સવારે છવાઈ ગાઢ ધુમ્મસ
April 21, 2025 05:00 PMરાજકોટની સિવિલ હોસ્પિટલની છે આ હાલત, દર્દીઓ હેરાન
April 21, 2025 04:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech