સુતા સુતા બાઇક ચલાવી વિડીયો વાયરલ કર્યો : જોખમી સ્ટંટની રીલ બનાવનારા સામે કડક પગલા
જામનગરમાં બે દિવસ પહેલા સોશ્યલ મિડીયા પર સુતા સુતા બાઇક ચલાવી સ્ટંટ કરતો વિડીયો વાયરલ થયો હતો જે અંગે પોલીસે તપાસ કરીને સ્ટંટબાઝને પકડી પાડયો છે. સોશ્યલ મિડીયા પર જોખમી સ્ટંટની રીલ બનાવી વાયરલ કરનારા સામે કડક પગલા લેવાશે.
જામનગર એસપી પ્રેમસુખ ડેલુએ જીલ્લામાં બાઇક સ્ટંટ કરી તેનો વિડીયો ઉતારી સોશ્યલ મિડીયામાં પોસ્ટ કરનારાઓને તાકીદે પકડી પાડવા સુચના કરેલ હોય જે અનુસંધાને આ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી, ડીવાયએસપી ડી.પી. વાઘેલા, સીપીઆઇ પી.એલ. વાઘેલાના માર્ગદર્શન મુજબ પંચ-બીના પીએસઆઇ એમ.વી. મોઢવાડીયાની રાહબરી હેઠળ ટીમ તપાસમાં હતી.
દરમ્યાન બે દિવસ પુર્વે સોશ્યલ મિડીયામાં બાઇક સ્ટંટબાઝનો વિડીયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કરેલ હોય જે અંગે ખાનગી બાતમીદારોથી સોર્સ મેળવીને પેટ્રોલીંગમાં હતા ત્યારે પંચ-બીના એએસઆઇ વી.ડી. રાવલીયા, સુમિતભાઇ, ભયપાલસિંહ, મેહુલભાઇને હકીકત મળેલ કે ન્યુઝ તેમજ ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરેલ સ્ટંટના વિડીયોમાં સ્ટંટ કરતો શખ્સ ધર્મેન્દ્ર શિતલાપ્રસાદ ગુપ્તા રહે. મોહનનગર આવાસ, બિલ્ડીંગ નં. ૧૦, ધંધો કલરકામવાળો હાલ હાપા માર્કેટ યાર્ડ પાસે ઉભો છે.
આ હકીકત આધારે પોલીસ ટુકડી ત્યાં દોડી જઇ સ્ટંટબાઝને પકડી પાડી તેના વિરુઘ્ધ પંચ-બીના કોન્સ. ભયપાલસિંહ જાડેજાએ ફરીયાદ આપી હતી કે સ્પ્લેન્ડર બાઇક નં. જીજે૧૦સીકે-૨૨૫૫ના ચાલક ધર્મેન્દ્ર ગુપ્તા બાઇક યાર્ડ રોડ પર પુરઝડપે બેદરકારીથી ચલાવી પોતાની તથા રાહદારીઓની જીંદગી જોખમાય તે રીતે બાઇક પર સુતા સુતા ચલાવી સ્ટંટ કરી ગુનો આચર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસૈનિક સ્કૂલ બાલાચડીમાં ઇન્ટર હાઉસ ઓબસ્ટિકલ સ્પર્ધાનું આયોજન
January 30, 2025 11:35 AMદેવભૂમિ દ્વારકાના સમુદ્રી તટ પર સુરક્ષા એજન્સીઓની બાજ નજર
January 30, 2025 11:35 AMજૂનાગઢમાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના ૬૭૭૭ વિધાર્થીઓ સાઈટ પરથી હોલ ટિકિટ મેળવી શકશે
January 30, 2025 11:34 AMજામનગરમાં સતત ત્રીજા દિવસે વીજ ચેકિંગ, 1 કરોડ 22 લાખની વીજચોરી ઝડપાઈ
January 30, 2025 11:33 AMભારતીય સંસ્કૃતિ જાણવા માટે સંસ્કૃત શીખવું જ પડશે: રાજયપાલ
January 30, 2025 11:33 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech