જામનગર નજીક લાખાબાવળ ગામના પાટીયા પાસે એક ટ્રેક્ટરના ચાલકે બાઈક સવારને ઠોકરને ચડાવતાં બાઈક ચાલક શેખપાટ ગામના યુવાનને ફ્રેકચર સહિતની ગંભીર ઈજા થઈ છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના શેખપાટ ગામમાં રહેતો હરેશ દાનાભાઈ ગોહિલ નામનો ૩૨ વર્ષનો યુવાન પોતાનું બાઈક લઈને લાખાબાવળ ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન જી.જે.૧૦- બી.આર.૩૭૯૯ નંબરના ટ્રેક્ટરના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં બાઈકના ચાલક હરેશભાઈને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ઈજા થઈ હતી, અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ બનાવ અંગે હરેશભાઈ ગોહિલ દ્વારા પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવાઈ છે.
***
ખંભાળિયા નજીક બુલેટની અડફેટે યુવાનનું મૃત્યુ
ખંભાળિયા તાલુકાના વિંઝલપર ગામે રહેતા હેમતભાઈ આલાભાઈ પિંડારિયા નામના ૪૬ વર્ષના યુવાન ગત તા. ૭ ના રોજ ખંભાળિયા - જામનગર હાઈવે પર આવેલા કજૂરડા ગામના પાટીયા પાસે ઉભા હતા. ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા જી.જે. ૩૭ સી. ૭૮૪૨ નંબરના એક બુલેટ મોટરસાયકલના ચાલકે તેમને અડફેટે લેતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ફ્રેકચર સહિતની ગંભીર ઈજાઓ થતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના ભાઈ કાનાભાઈ આલાભાઈ પિંડારિયા (ઉ.વ. ૪૭, રહે. વિંઝલપર)ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસો બુલેટ મોટરસાયકલના ચાલક સામે આઈપીસી કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪ (એ) તથા એમ.વી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. ડી.જી. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech