ખંભાળિયાના મહેમાન બન્યા અનંત અંબાણી

  • April 01, 2025 10:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નકલંક આશ્રમે કર્યા પૂજન-અર્ચન


દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશભાઈ અંબાણીના સુપુત્ર અનંત અંબાણીએ રિલાયન્સ ટાઉનશિપથી દ્વારકાની પદયાત્રા શરૂ કરી છે. ત્યારે ગઈકાલે રવિવારે ચઢતા પહોરે અનંત અંબાણી ખંભાળિયા આવી પહોંચ્યા હતા અને તેમણે અહીંના જાણીતા નકલંક આશ્રમે પૂજન અર્ચન કર્યા હતા.


વિશ્વની પ્રથમ હરોળની રિલાયન્સ કંપની તથા અહીંના વનતારામાં મહત્વની જવાબદારી સંભાળતા અને દેશના સૌથી ધનિક મુકેશભાઈ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ યાત્રાધામ દ્વારકા સુધી ચાલીને જવા માટેની પદયાત્રા શરૂ કરી છે. ગતરાત્રે તેમણે શરૂ કરેલી આ પદયાત્રા રવિવારે વહેલી સવારે ખંભાળિયા પહોંચી હતી.


મોટી સંખ્યામાં ઝેડ પ્લસ સિક્યુરિટી, બ્રાહ્મણો તેમજ અંગત વ્યક્તિઓ સાથે નીકળેલા અનંત અંબાણીએ ખંભાળિયા દ્વારકા હાઈવે પર અહીંના માર્કેટિંગ યાર્ડની સામે આવેલા શિવ બાપુ હરિયાણી પરિવારના જાણીતા નકલંક આશ્રમ ખાતે સ્વૈચ્છિક રીતે આગમન કર્યું હતું. 


સવારે આશરે છ વાગ્યાના સમય વિશાળ કાફલા સાથે ચાલીને આવેલા અનંત અંબાણીએ નકલંક આશ્રમે સવારની આરતી કરી હતી. આટલું જ નહીં, અહીં બ્રાહ્મણોએ પૂજન અર્ચન કરી તેઓએ શ્રદ્ધા વ્યક્ત કરી હતી. આશરે 15 મિનિટની તેમની મુલાકાત, આરતી બાદ તેઓએ દક્ષિણા આપી અહીંથી વિદાય લીધી હતી. 


ત્યારે આસમાન જેવી સિદ્ધિ હાંસલ કરી ચૂકેલા ઉદ્યોગપતિ અંબાણી પરિવારના અનંત અંબાણીએ સામાન્ય પદયાત્રી અને શ્રદ્ધાળુ બનીને ખંભાળિયાના મંદિરે દર્શન કરી, આસ્થા વ્યક્ત કરતા સૌ કોઈએ આ બાબતની સરાહના કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application