ધારી મદ્રેસાના મૌલાનાનું પાકિસ્તાન કનેક્શનઃ મદ્રેસાની જગ્યા કાચદેસર છે કે ગેરકાયદે તેની તપાસ રેવન્યૂ વિભાગના અધિકારીઓએ કરી

  • May 03, 2025 09:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જમ્મુ-કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. જેથી અલગ જિલ્લાની પોલીસ તપાસ કરી રહી છે એ અંતરર્ગત અમરેલી પોલીસની ટીમ SOGએ ધારીનાં હિમખિમડીનાં મદ્રેસાનાં શંકાસ્પદ મૌલાનાને ઉઠાવીને પૂછપરછ શરૂ કરી છે, જેમાં તેના વ્હોટ્સએપમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનાં સાત જેટલાં શંકાસ્પદ ગ્રુપ મળતાં પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે. મદ્રેસાની જગ્યા કાચદેસર છે કે ગેરકાયદે એની ચકાસણી કરવા રેવન્યુ વિભાગના અધિકારી મદ્રેસા પહોંચ્યા છે. નકશા અને પૂરાવાની તપાસ કરવામાં આવી છે. બાંધકામ કેટલા સમય છે તેની તપાસ કરાઈ છે.


બાંધકામ કેટલા સમયથી છે તેની તપાસ કરાઈ

ધારીનાં હિમખિમડીનાં મદ્રેસાનાં મોલાના જે મદ્રેસામાં નોકરી કરી રહ્યા છે તે મદ્રેસાનાં નકશા અને પૂરાવાની તપાસ રેવન્યુ ડિપાર્ટમેન્ટ કરી રહ્યું છે. બાંધકામ કેટલા સમયથી છે તેની તપાસ કરાઈ છે. અહીં ધારી પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજા રેવન્યુ સ્ટાફ સાથે મદ્રેસાએ પહોંચી બાંધકામ અંગે તપાસ શરૂ છે. હિમખીમડીનું મદ્રેસા કાયદેસર જગ્યામાં છે કે નહીં તે દિશામાં તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.


પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સોશિલ મીડિયામાં ગૃપ મળી આવ્યા

અમરેલી જિલ્લામાં મદ્રેસામાં મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન મળી આવ્યાના મામલામાં ધારી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરી મૌલાનાની શંકાસ્પદ ગતિવિધિ સામે પોલીસએ તપાસ શરૂ કરી છે તેવું એસપી જયવીર ગઢવીએ જણાવ્યું છે. તેમનો પાસપોર્ટ જોકે મળી આવ્યો છે અને તેની તપાસ ચાલુ છે. તેમજ વોટ્સએપ ચેટ અંગે ટેક્નિકલ ટીમ આ અંગે તપાસ કરી રહી છે. મદ્રેસામાં શંકાસ્પદ મૌલાના મોહમદફઝલ શેખ પાસેથી મળી આવેલા મોબાઈલ ફોનમાંથી "પાકિસ્તાન"અને અફઘાનિસ્તાન"ના સોશિલ મીડિયામાં ગૃપ મળી આવ્યા છે.


મૂળ અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનો ઘટસ્ફોટ 

સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ(SOG)ની ટીમ દ્વારા મોબાઈલ કબ્જે લઈ તપાસ શરૂ કરાઈ છે. મૌલાના કેટલા સમયથી રહેતો હતો. અત્યારસુધી અહીં કોણ કોણ આવતું હતું. પાકિસ્તાનમાં કોઈ કનેક્શન છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. મદ્રેસામાં ભણાવતા મૌલાના મોહંમદફઝલ અબ્દુલઅઝીઝ શેખ પર SOGને શંકા ગઈ હતી, જેથી તેના આધાર પુરાવા માગ્યા હતા, જોકે મૌલાનાએ કોઈ આધાર પુરાવા રજૂ ન કરતાં SOGએ ધારી પોલીસ મથકે લાવીને તેની પૂછપરછ કરતાં તે મૂળ અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનો ઘટસ્ફોટ થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application