રાજકોટ ગ્રામ્ય પોલીસની સ્પેશિયલ મોબાઈલ ક્રાઈમ (SMC) ટીમે જસદણ તાલુકાના આદમજી રોડ પર નાદી કાંઠા વિસ્તારમાં એક મોટા દારૂના અડ્ડા પર સફળ દરોડો પાડ્યો છે. તા. 03/05/2025ના રોજ પાડવામાં આવેલા આ દરોડામાં પોલીસે 6 લાખથી વધુની કિંમતની 1,787 વિદેશી દારૂની બોટલો, 3,000 રૂપિયાની કિંમતનો 15 લિટર દેશી દારૂ અને 5.35 લાખની કિંમતના 23 વાહનો જપ્ત કર્યા છે. આ ઉપરાંત, 85,500 રૂપિયાની કિંમતના 15 મોબાઈલ ફોન, એક QR સ્કેનર અને 36,980 રૂપિયાની રોકડ પણ મળી આવી છે. આમ, પોલીસે કુલ 12,68,531 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ દરોડા દરમિયાન પોલીસે દારૂના વેચાણમાં મદદ કરતા 15 જેટલા નોકરો અને ગ્રાહકોને પણ રંગેહાથ પકડી પાડ્યા છે, જેમને જસદણ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓમાં સુરેશભાઈ માંકોલિયા, પ્રદીપભાઈ ચોહલિયા, હર્ષદ મકવાણા, જયચંદ રાઠોડ સહિત દારૂ ખરીદવા આવેલા ગ્રાહકોનો પણ સમાવેશ થાય છે.
જો કે, આ દારૂના અડ્ડાના મુખ્ય સંચાલક પ્રકાશભાઈ રાજેસરા અને વિપુલ ઉર્ફે મુન્નાભાઈ રાજેસરા સહિત 16 આરોપીઓ હજુ ફરાર છે, જેમને પોલીસ શોધી રહી છે. આ ઉપરાંત, દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલા કેટલાક વાહનોના માલિકો અને ચાલકોની પણ ઓળખ મેળવવાના પ્રયાસો ચાલુ છે.
SMCના PSI ડી.જે.પટેલની આગેવાની હેઠળ આ સફળ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આ દારૂના નેટવર્કને તોડી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationRBI એ એક્સિસ, ICICI સહિત 5 બેંકો સામે કાર્યવાહી કરી, ભરવો પડશે લાખોનો દંડ
May 04, 2025 11:16 AMમોદી મારા માસીનો દીકરો નથી કે શાંત થઈ જાય, હું તો ઇંગ્લેન્ડ ભાગી જઈશ : પાકિસ્તાની સાંસદ
May 04, 2025 10:50 AMપાકિસ્તાનમાં બોલાવવામાં આવી સંસદની ઇમરજન્સી બેઠક, રાષ્ટ્રપતિએ નોટિસ જારી કરી
May 04, 2025 10:33 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech