અમદાવાદના હાથીજણ વિસ્તારમાં ચાર મહિનાની બાળકી પર હુમલો કરી મોત નીપજાવનાર 'રોકી' નામના પેટ ડોગનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. એક અઠવાડિયા પહેલા તેની તબિયત બગડતાં તેને થલતેજની વેટરિનરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, જ્યાં મોડી રાત્રે તેનું મોત થયું.
બાળકી પરના હુમલા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા 'રોકી'નો કબજો લેવામાં આવ્યો હતો અને તેને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગે જણાવ્યું હતું કે, 19 મેના રોજ 'રોકી'ને ટીક ફીવર થયું હતું. દાણીલીમડા ખાતેથી એમ્બ્યુલન્સ મારફતે તેને "Paws Universe Veterinary Hospital" બોડકદેવ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું.
પશુ માટેની આ મલ્ટી સ્પેશિયાલિટી વેટરિનરી હોસ્પિટલમાં ડોગના લોહીના નમૂના લઈ વિવિધ પરીક્ષણો કરવામાં આવ્યા હતા. જેમાં CBC, બાયોકેમેસ્ટ્રી અને બ્લડ પ્રોટોઝુઆના રોગોનું પરિક્ષણ કરાયું હતું. આ પરીક્ષણોમાં 'રોકી'ને બેબેસીયોસીસ (Babesiosis) નામનો જીવલેણ બ્લડ પ્રોટોઝુઆથી થતો રોગ હોવાનું સામે આવ્યું હતું, જે તેના મૃત્યુનું કારણ બન્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationડ્રેગન રેડનોટ એપની મદદથી ચલાવી રહ્યું છે ગુપ્ત ઓપરેશન
May 30, 2025 10:19 AMઇઝરાયલ હમાસ સાથે કામચલાઉ યુદ્ધવિરામ માટે સંમત
May 30, 2025 10:11 AMબાળ યૌન અપરાધી, ફ્રેન્ચ સર્જન સ્કોર્નેકને 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી
May 30, 2025 10:09 AMજાપાનમાં બાળકોના પીકાચુ કે પુ જેવા વિચિત્ર નામો પર પ્રતિબંધ
May 30, 2025 10:05 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech