જાપાનમાં બાળકોના પીકાચુ કે પુ જેવા વિચિત્ર નામો પર પ્રતિબંધ

  • May 30, 2025 10:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
છેલ્લા કેટલાક વર્ષોથી, જાપાનમાં વિચિત્ર નામોનો ટ્રેન્ડ પૂરજોશમાં ચાલી રહ્યો હતો. આ અનોખા અને ચમકતા નામોને ત્યાં કિરાકીરા નામો કહેવામાં આવે છે, એટલે કે, એવા નામો જે બોલવામાં અને સંભાળવામાં ખૂબ જ વિચિત્ર હોય છે. પરંતુ હવે જાપાની સરકારે આ ટ્રેન્ડ પર બ્રેક લગાવી દીધી છે. જાપાનમાં, બાળકોના નામ સામાન્ય રીતે કનજી (ચીની લિપિ આધારિત અક્ષરો) માં લખવામાં આવે છે.

પરંતુ આ કિરાકીરા નામોમાં, માતાપિતા ફક્ત અવાજ પર ધ્યાન આપે છે, ઉદાહરણ તરીકે, જો બાળકને પિકાચુ જેવું નામ મળે છે, તો તેઓ તે મુજબ કનજી પસંદ કરે છે. સમસ્યા એ છે કે દરેક કનજીના ઘણા ઉચ્ચાર હોય છે અને જ્યારે નામ લખાય છે, ત્યારે કોઈ તેને વાંચવાનું સમજી શકતું નથી. આવા નામો શાળાઓ, હોસ્પિટલો અને સરકારી કચેરીઓમાં ઘણી મૂંઝવણ પેદા કરી રહ્યા હતા. એક નર્સ બાળકને કેવી રીતે બોલાવવું તે સમજતી નથી, એક શિક્ષક હાજરી કેવી રીતે લેવી તે જાણતી નથી.

જાપાન સરકારે હવે કડક નિયમો બનાવ્યા છે. હવે માતાપિતાએ નામ નોંધણી કરતી વખતે તેનો સાચો ઉચ્ચારણ આપવો પડશે. જો કોઈ નામનો ઉચ્ચાર તે કનજીના લોકપ્રિય ઉચ્ચાર સાથે મેળ ખાતો નથી, તો નામ નકારી શકાય છે અથવા વધારાનું પેપર વર્ક કરાવવામાં આવશે. આ નિયમનો હેતુ એ છે કે કોઈને નામ વાંચવામાં અને સમજવામાં કોઈ સમસ્યા ન થાય અને બાળકોને તેમના નામને કારણે પાછળથી શરમાવું ન પડે.

નવા નિયમો અમલમાં આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર તોફાન મચી ગયું. કેટલાક લોકો કહી રહ્યા છે કે આ માતાપિતાના અધિકારોમાં દખલ છે. આ નિર્ણયનો વિરોધ કરનારા લોકો કહે છે કે બાળકો સરકારના નથી, તેઓ માતાપિતાના છે. બીજી તરફ, ઘણા લોકો આ નિર્ણયને વાજબી ઠેરવી રહ્યા છે. તેઓ કહે છે કે આનાથી થતી સમસ્યાઓ પર કાબુ મેળવાશે.


જોકે, આ પહેલી વાર નથી જ્યારે જાપાનમાં નામો અંગે હોબાળો થયો હોય. ત્યાંના કાયદા અનુસાર, પરિણીત યુગલોને હજુ પણ સમાન અટક રાખવી પડે છે. મોટાભાગના કિસ્સાઓમાં, સ્ત્રીએ પતિનું નામ લેવું પડે છે. હવે પ્રથમ નામો પણ નિયંત્રણમાં છે. છેલ્લા 40 વર્ષોમાં, અનોખા નામોનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે, પરંતુ હવે કદાચ આ ટ્રેન્ડ પર વિરામ લાગવાનો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application