પોરબંદરના ઓડદર નજીક બે દિવસ પહેલા દરિયાકિનારેથી પોલીસે બિનવારસુ ચરસના બે પેકેટ કબ્જે કર્યા હતા. અનેક જગ્યાએ આ પ્રકારે બિનવારસુ જથ્થો રાજ્યના દરિયાકાંઠેથી પોલીસને પ્રાપ્ત થઇ રહ્યો છે ત્યારે શનિવારે સાંજે માધવપુર નજીકના ટુકડા-ગોસાના દરિયાકાંઠે પણ હસીસનું એક પેકેટ મળી આવ્યુ છે. જેથી પોલીસે તપાસ શ કરી દીધી છે. બનાવની વિગત એવી છે કે પોરબંદર પોલીસની ટીમ માધવપુરના ટુકડા ગોસા નજીક પેટ્રોલીંગમાં હતી ત્યારે દરિયાકિનારે શંકાસ્પદ હાલતમાં એક પેકેટ નશીલા પદાર્થના હોવાનું પોલીસના ધ્યાને આવતા તાત્કાલિક તેનો કબ્જો લીધો હતો અને તપાસ કરવામાં આવતા આ પેકેટ મારીઝુઆના હસીસનું હોવાનું જાણવા મળ્યુ હતુ.
દ્વારકા સહિતના વિસ્તારોમાં રેઢા ચરસના પેકેટ મળી રહ્યા છે એ જ રીતે બે દિવસ પહેલા હાર્બર મરીન પોલીસ મથક વિસ્તારમાં પણ ઓડદર પાસે બે પેકેટ ચરસના પ્રાપ્ત થયા હતા અને હવે શનિવારે સાંજે ટુકડા-ગોસા ના દરિયાકિનારેથી એક પેકેટ મળી આવ્યુ છે. તે પ્રમાણમાં જુનુ હોવાનું જણાઇ રહ્યુ છે. ખાસ કરીને ગુજરાતના દરિયામાં અનેક જગ્યાએ દરિયાના તોફાની મોજા દ્વારા સમુદ્રના કાંઠે આ પ્રકારના ચરસના પેકેટ મળી રહ્યા છે ત્યારે સમુદ્રમાંજ કોઇએ મોટીમાત્રામાં જથ્થો ફેંકયો હોવાની શકયતા જણાઇ રહી છે. ત્યારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
પાકિસ્તાન દ્વારા જ ડ્રગ્ઝની ઘુસણખોરીનો પ્રયાસ થયો હોવાની શકયતા
દેશના દુશ્મનો દ્વારા ભારત દેશને આંતરીક ખોખલો કરવાની મનેચ્છાઓનુસાર ભારત દેશમાં ડ્રગ્સ ઘસાડવાના પ્રયત્નોને ભારતની સુરક્ષા એજન્સીઓની સતર્કતાને લીધે તેઓ તેમની મનેચ્છા પરિપૂર્ણ નહી કરી શકતા હોવાના કારણે ડ્રગ્સના જથ્થાને દરિયામાં જ ફેંકી દેવો પડતો હોય અને આ દરિયામાં ફેંકેલ ડ્રગ્સનો જથ્થો દરિયાના પ્રવાહમાં તણાઇને આવતો હોય છે. જે પૈકીનો ડ્રગ્સનો કેટલોક જથ્થો દ્વારકા જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં મળી આવેલ હોય જે અનુસંધાને તકેદારીના ભાગપે ઓડદર દરિયાકિનારા વિસ્તારમાં અને હવે ટુકડા ગોસા નજીકના દરિયાકિનારે એક પેકેટ મળી આવ્યુ છે ત્યારે પોલીસે તપાસ શ કરી દીધી છે.
કયાંય શંકાસ્પદ ચીજવસ્તુ જણાય તો પોલીસને તાત્કાલિક જાણ કરો
પોરબંદર પોલીસ દ્વારા જાહેર જનતા તથા પગદંડીયા માચ્છીમાર ભાઇઓને અપીલ કરવામાં આવે છે કે દરિયા કિનારે આવા કોઇ પેકેટ કે અન્ય કોઇપણ બિનવારસુ ચીજવસ્તુ જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન તથા પોલીસ કંટ્રોલમ નં. -૦૨૮૬-૨૨૪૦૯૨૨ ઉપર તથા કોસ્ટલ સીકયુરીટી ટોલ ફ્રી નં. ૧૦૯૩ ઉપર જાણ કરવી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech