રાજકોટ મહાપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓમાં નર્સરીમાં પ્રવેશ માટેના ફોર્મનું આગામી તા.૨૫ એપ્રિલથી વિતરણ શરૂ કરાશે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઇ પૂજારાએ જણાવ્યું હતું કે (૧) રવિન્દ્રનાથ ટાગોર અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા, ન્યુ બાલમકંદ સોસાયટી, સાધુ વાસવાણી માર્ગ, (૨) ડો. હોમિ જહાંગીર ભાભા અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા, ગોપાલ ડેરી પાછળ દૂધસાગર માર્ગ, (૩) કવિ નર્મદ અંગ્રેજી માધ્યમ શાળા, ૩/૯ ગાયત્રીનગર, બોલબાલા માર્ગ ખાતે આવેલ શાળાઓમાં નર્સરીમાં એડમિશન માટેના ફોર્મ આગામી તા.૨૫-૪-૨૦૨૫ ને શુક્રવારથી તા.૫-૫-૨૦૨૫ ને સોમવાર સુધી જાહેર રજાના દિવસો સિવાય દરરોજ સવારના ૮-૦૦ થી બપોરે. ૧-૦૦ દરમ્યાન ઉકત તમામ સરનામે દર્શાવામાં આવેલ શાળામાંથી મેળવવાના રહેશે. તેમજ તા.૫-૫-૨૦૨૫ ને સોમવાર સુધીમા ભરી પરત ત્યાં જ જમા કરાવી શકાશે. ફોર્મ ભરવા માટે બાળકના જન્મ તારીખના દાખલાની નકલ, એક પાસપોર્ટ સાઈઝ ફોટો તથા રેસીડેન્ટ પ્રુફની નકલ સાથે લાવવાની રહેશે. જે બાળકની જન્મ તારીખ ૧-૬-૨૦૨૧ થી ૩૧-૫-૨૦૨૨ સુધીમાં હશે તેના જ ફોર્મ ભરી શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સિક્કા ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
April 21, 2025 05:06 PMરાજકોટ મનપામાં ભરતીનો મેસેજ વાયરલ, તંત્ર ધંધે લાગ્યું, છેતરપીંડીનો ભોગ ન બનવા અપીલ
April 21, 2025 05:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech