દેશના પ્રખ્યાત ગાયક-સંગીતકાર એઆર રહેમાને પોતાના જીવનનો એક મોટો નિર્ણય લીધો છે. તેઓએ તાજેતરમાં જ તેમના 29 વર્ષ જૂના લગ્નજીવનનો અંત લાવવાનો નિર્ણય કર્યો છે. ફેન્સ માટે આ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. દંપતીના વકીલે પોતે નિવેદન જાહેર કરીને આ માહિતી આપી છે.
પોતાના સંગીતથી માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરના લોકોને મંત્રમુગ્ધ કરનાર સંગીતકાર એઆર રહેમાન પોતાની પત્ની સાયરાથી અલગ થવા જઈ રહ્યા છે. લગ્નના 29 વર્ષ બાદ કપલે આ નિર્ણય લીધો છે. એઆર રહેમાન અને સાયરાના વકીલે એક નિવેદન જાહેર કરીને આ જાણકારી આપી છે. આ ઉપરાંત વકીલે પોતાના નિવેદનમાં આટલા વર્ષો પછી અલગ થવાનું કારણ પણ આપ્યું છે. આ લગ્નથી તેને 3 બાળકો છે. જો કે અત્યાર સુધી કપલ તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી.
લગ્નના ઘણા વર્ષો પછી મિસેજ સાયરાએ ખૂબ જ મુશ્કેલ નિર્ણય લીધો છે. તેણે તેના પતિ એઆર રહેમાનથી અલગ થવાનો નિર્ણય લીધો છે. તેમના સંબંધોમાં ભાવનાત્મક તણાવ આ અલગ થવાનું કારણ બની રહ્યો છે. એકબીજા પ્રત્યે પ્રેમની લાગણી હોવા છતાં મુશ્કેલીઓ અને તણાવને કારણે સમસ્યાઓ વધી છે અને બંને વચ્ચે અંતર ઊભું થયું છે. અને આ ગેપ એવો છે કે બેમાંથી કોઈ તેને ભરવા માંગતું નથી.
મિસેજ સાયરાએ ભારપૂર્વક જણાવ્યું છે કે તેમણે આ નિર્ણય ભારે પીડા અને વેદનાને લીધે લીધો છે. મિસેજ સાયરા આ મામલે પ્રાઈવસી ઈચ્છે છે. તે ઈચ્છે છે કે આ મુશ્કેલ સમયમાં તેની લાગણીઓને સમજવામાં આવે.
પ્રખ્યાત દંપતીને 3 બાળક છે
એઆર રહેમાન અને સાયરા બાનુના સંબંધો પર નજર કરીએ તો તેમના સંબંધોની શરૂઆત વર્ષ 1995માં થઈ હતી. આ લગ્નથી તેમને ખતિજા, રહીમા અને અમીન નામના ત્રણ બાળકો છે. તેમના સંબંધોમાં એવું કંઈ નહોતું જે સૂચવે છે કે સંબંધોમાં તણાવ છે. આ જ કારણ છે કે ચાહકો પણ આ સમાચાર સાંભળીને ચોંકી ગયા છે અને કેટલાક હજુ પણ આ સમાચાર પર વિશ્વાસ કરી શકતા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆ 5 શાકભાજી છે કોલેસ્ટ્રોલના દુશ્મન, જો આહારમાં સામેલ કરશો ટો થશે અઢળક ફાયદા
November 20, 2024 01:47 PMકરાચીની જેલમાં મૃત્યુ પામેલ કોડીનાર પંથકના ખલાસીનો મૃતદેહ વતન લવાશે
November 20, 2024 01:36 PMદેશભરમાં અપહરણ અને ખંડણીના ગુન્હામાં સંડોવાયેલા બે ઈસમો સામે લગાડવામાં આવ્યો ગુજ સી ટોક
November 20, 2024 01:34 PMમેથીની ટેસ્ટી કઢી બનાવવાની જાણી લો સરળ રેસીપી, આગળા ચાટતા રહી જશે લોકો
November 20, 2024 01:34 PMસૌરાષ્ટ્રમાં સૌી વધુ ઠંડુ પોરબંદર સાડા ત્રણ ડિગ્રીનો એકસો ઘટાડો
November 20, 2024 01:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech