વશરામભાઇ રાઠોડ તથા આમ આદમી પાર્ટીના સદસ્યો દ્વારા ગઇકાલે ધ્રોલ નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરાઇ હતી: ધ્રોલની જનતા ઉપર થઇ રહેલા અન્યાય બાબતે રજૂઆત
ધ્રોલ નગરપાલિકાના અણઘડ વહીવટ અને અન્ય બાબતે ઘટતું કરવા આમ આદમી પાર્ટી દ્વારા ધ્રોલ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં ધ્રોલ નગરપાલિકાના વહીવટોમાં ખામીઓ અને અન્યાય થાય છે, તેના વિશે માહિતી અપાય છે.
આમ આદમી પાર્ટીના જામનગરના જિલ્લા પ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વશરામભાઇ એમ. રાઠોડ દ્વારા ધ્રોલ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ધ્રોલ શહેરમાં વોર્ડવાઇઝ સફાઇ, પાણી તથા રખડતા ઢોરના ત્રાસ અવિરત રહે છે, સ્થાનિક લેવલે અર્બન હેલ્થ સેન્ટરની હોસ્પિટલ બંધ છે, સત્વરે ચાલુ કરાવી, સૌની યોજના હેઠળ નલ સે જલ યોજનામાં મોટાપાયે નગરપાલિકાની મીલી ભગતથી ભ્રષ્ટાચાર આચરીને માત્ર ઘણા વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખવામાં આવેલ હતી, કાગળ ઉપર જ બીલ બની ગયા છે, ધ્રોલ શહેરમાં સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અપૂરતા સ્ટાફના કારણે સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીને દૂર કરવા યોગ્ય પગલા લેવા જણાવ્યું છે.
ધ્રોલ નગરપાલિકા ચીફ ઓફિસરને આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ધ્રોલ નગરપાલિકા દ્વારા આવાસ યોજના હેઠળ ગરીબ અને મઘ્યમ વર્ગના લોકોને આવાસોની ફાળવણીના બદલે ભાજપના મળતીયાઓને અને નાણાકીય સઘ્ધર લોકોને આવાસોની ફાળવણી કરવામાં આવી છે, તેની યોગ્ય તપાસ હાથ ધરીને નબળા લોકોને પ્રાધાન્ય આપવામાં આવે છે, તેમજ ધ્રોલ શહેરમાં જાહેર સ્થળો ઉપર શૌચાલય વ્યવસ્થા ઉભી કરાવવામાં આવે અને ધ્રોલ શહેર તથા મેઇન રોડ ઉપર તથા સૂચિત સોસાયટીમાં શાસક પક્ષના મળતીયા દ્વારા ગેરકાયદે બાંધકામ અને દબાણો તાત્કાલિક અસરથી દૂર કરીને દબાણ કરીને દબાણકારો સામે લેન્ડ ગ્રેબીંગ હેઠળ કેસ દાખલ કરવા ખાસ અનુરોધ કરાયો છે.
વધુમાં પત્રમાં જણાવ્યું છે કે ધ્રોલ શહેરમાં સરકારી શાળાઓમાં અપૂરતા સ્ટાફને કારણે મઘ્યમ વર્ગ તથા ગરીબ વર્ગના બાળકો શિક્ષણથી વંચિત રહે છે અને ધ્રોલ શહેરમાં રોડ, રસ્તાના કામોમાં બેફામ ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે તેમ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વશરામભાઇ એમ. રાઠોડ દ્વારા ધ્રોલ નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપતા રજૂઆત કરાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationશહેરમાં હાર્ટએટેકથી બે આધેડના મુત્યુ: પરિવારમાં ગમગીની
April 23, 2025 02:44 PMમમ્મી કાલે હું છાપામાં આવીશ: એ કાલ જુવે પહેલા રોનકની દુનિયાને અલવિદા
April 23, 2025 02:40 PMમેટોડા જીઆઇડીસીમાંથી બિહારી શખસ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો
April 23, 2025 02:36 PMરિએકટર- વાયર ચોરનાર ગેંગ ઝડપાઇ: 16 ચોરી કબૂલી
April 23, 2025 02:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech